ઘટના@ભિલોડા: જમીન વહેંચણીની અદાવત રાખી પાડોશીઓ પરિવાર પર તુટી પડ્યાં, 11 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા ભિલોડા તાલુકાના ગામે જમીનની વહેંચણી બાબતે અદાવત રાખી પાડોશીઓ પરિવાર પર તુટી પડ્યા હતા. ગઇકાલે સવારે જમીનની વહેંચણી બાબતે અદાવત રાખી પાડોશીઓ લાકડીઓ લઇ દોડી આવ્યા હતા. જે બાદમાં પરિવારને ગાળો બોલી પથ્થરમારો કર્યો હતો. જેમાં એક સાત વર્ષના બાળકને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે ઇસમોએ
 
ઘટના@ભિલોડા: જમીન વહેંચણીની અદાવત રાખી પાડોશીઓ પરિવાર પર તુટી પડ્યાં, 11 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા તાલુકાના ગામે જમીનની વહેંચણી બાબતે અદાવત રાખી પાડોશીઓ પરિવાર પર તુટી પડ્યા હતા. ગઇકાલે સવારે જમીનની વહેંચણી બાબતે અદાવત રાખી પાડોશીઓ લાકડીઓ લઇ દોડી આવ્યા હતા. જે બાદમાં પરિવારને ગાળો બોલી પથ્થરમારો કર્યો હતો. જેમાં એક સાત વર્ષના બાળકને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે ઇસમોએ પરિવાર પર લાકડી વડે હુમલો કરી જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગયા હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે શામળાજી પોલીસે કુલ 11 ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ઓડ ગામે પાડોશીઓએ પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઓડ ગામના સવિતાબેન લક્ષ્મણભાઇ ગામેતીની ફરીયાદ મુજબ ગઇકાલે સવારે તેઓ પોતાના ઘરે હતા. આ દરમ્યાન શંકરભાઇ, સુરજીભાઇ, અર્જુનભાઇ, કીરીટભાઇ, લાલજીભાઇ, સુભાષભાઇ, કુલદિપભાઇ, ધવલભાઇ, બચુબેન, લક્ષ્મીબેન, મીનાક્ષીબેન, ડીમ્પલબેન સહિતના તેમના ઘરે લાકડીઓ લઇ આવી પહોંચ્યાં હતા. જ્યાં ઇસમોએ ગાળાગાળી શરૂ કરતાં ફરીયાદી સહિતનાએ ગાળો બોલવાની ના પાડતાં ઇસમોએ મારામારી શરૂ કરી હતી.

ઘટના@ભિલોડા: જમીન વહેંચણીની અદાવત રાખી પાડોશીઓ પરિવાર પર તુટી પડ્યાં, 11 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જમીનની વહેંચણીને લઇ અદાવત રાખી ઇસમોએ હુમલો કર્યાનું સામે આવ્યુ છે. જેમાં ઇસમોએ પરિવારના ઘર પર પથ્થરમારો કરતાં એક 7 વર્ષિય બાળક પર ઇજાગ્રસ્ત બન્યો હતો. આ તરફ ફરીયાદી અને તેમના પતિ, દિયર સહિતના પણ ઇજાગ્રસ્ત બન્યાં હોઇ તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. જેથી સમગ્ર મામલે સવિતાબેને 11 વ્યક્તિના નામજોગ શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ ૧૧ ઇસમો સામે આઇપીસી કલમ 143, 147, 148, 149, 324, 337, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@ભિલોડા: જમીન વહેંચણીની અદાવત રાખી પાડોશીઓ પરિવાર પર તુટી પડ્યાં, 11 સામે FIR
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ