આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

કોરોના મહામારી વચ્ચે ભિલોડા તાલુકાના ગામે રહેણાંક મકાનમાંથી ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગામનો પરિવાર રાત્રે સુઇ ગયા બાદ વહેલી સવારે તપાસ કરતાં મકાનના પાછળના ભાગની બારી તુટેલી હાલતમાં જોવા મળી હતી. જે બાદમાં ઘરમાં તપાસ કરતાં સોનાના દાગીના અને રોકડ સહિત કુલ 3,53,000ની ચોરી થયાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે આધેડે અજાણ્યાં ઇસમો સામે શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુનોખ ગામે ચોરીની ઘટના સામે આવી છે. નિવૃત્ત જીવન ગુજારતાં કરણસિંહ ઉદાવત પોતાના પરિવાર સાથે શનિવારે રાત્રે ઘરની બહાર સુઇ ગયા હતા. જે બાદમાં વહેલી સવારે ઉઠી દરવાજો ખોલતાં અંદરથી બંધ હોવાનું જણાતાં ઘરની પાછળ તપાસ કરતાં બારી તુટેલી હોવાનું ખુલ્યુ હતુ. જેથી ચોંકી જઇ ઘરમાં જઇ તપાસ કરતાં ચોરી થયાનું સામે આવ્યુ છે. જેમાં અજાણ્યાં ઇસમો તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત 3,53,000ની ચોરી કરી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભિલોડા તાલુકાના ગામે ઘરની બહાર સુતેલા પરિવારને ત્યાં તસ્કરો ત્રાટક્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. શનિવારે મધરાત્રે અજાણ્યાં ઇસમોએ મકાનના પાછળના ભાગની બારી તોડી પ્રવેશ કરી તિજોરીમાંથી ચોરી કરી હતી. જેમાં સોનાના દાગીના કિ.રૂ.3,45,000, રોકડ રકમ રૂ.6,000 અને કપડાં કિ.રૂ.2,000 મળી કુલ કિ.રૂ.3,53,000ના મુદ્દામાલની ચોરી થયાનું ખુલ્યુ છે. સમગ્ર મામલે આધેડે અજાણ્યાં ઇસમો સામે શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code