ઘટના@બોટાદ: BAPSના સંત અને હરિભક્તોને લઈ જતી કાર પાણીમાં તણાઈ, બે વ્યક્તિના મૃતદેહ મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોટાદના કોઝવે પરથી સાંળગપુર જતા ગોધાવટા ગામ પાસે એક કાર પાણીમાં તણાઈ છે. કારમાં BAPSના સંત અને હરિભક્તો સવાર હતા. કારમાં સવાર સાત પૈકી 4 લોકોનો આબાદ બચાવ થયો છે. તો અન્ય બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. કારમાં સવાર શાંત ચરીત સ્વામીની શોધખોળ શરૂ કરાઈ છે. ઘટનાની જાણ થતા બળવાળા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા છે . બે લોકો કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસિયાનું મોત નિપજ્યું છે. જેમના મૃતદેહ મળી આવ્યા. પરંતું કાર સવાર શાંત ચરીત સ્વામીની શોધખોળ શરૂ કરાઈ છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધવટા ગામ નજીક કોઝવેમાં ગત રાત્રિના રોજ એક કાર તણાઈ જવાની ઘટના બની હતી. પાણીનો પ્રવાહ શરૂ હોય ત્યારે કાર ચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કરતા ચાલક સહિત 7 લોકો તણાયા હતા. કારમાં બી.એ.પી.એસ.ના સાધુ અને 9 વર્ષના બાળક સહિત હરિભક્તો સવાર હતા. જેમાં 4 લોકોનો આબાદ બચાવ જ્યારે બાળક સહિત 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ શાંતચરિત સ્વામી લાપતા છે.પાણીના પ્રવાહમાં તણાયેલા સંતને શોધવા એન.ડી.આર.એફ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જે બે લોકોના મૃતદેહ મળી આવ્યા તેમાં પંડ્યા કૃષ્ણકાંત (ઉ.વ.60) તેમજ કાછીયા પ્રબુદ્ધ દિવ્યેશભાઈ (ઉ.વ 9 )નો સમાવેશ થાય છે. બોચાસણથી સાળંગપુર જતા ગતરાત્રીના 11:30 આસપાસ આ ઘટના બની હતી.