બનાવ@ચાણસ્મા: કોલસો ભરેલી ટ્રક વહેલી સવારે પલટી મારી ગઇ, જાનહાનિ ટળતાં રાહત

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા ચાણસ્મા હાઇવે પર વહેલી સવારે કોલસો ભરેલી ટ્રક પલટી મારી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં આ ટ્રક હારીજથી લિગ્નાઇટ કોલસો ભરીને મહેસાણા જઇ રહી હોવાનું ખુલ્યુ છે. વહેલી સવારે અચાનક સર્કલ પાસે જ ટ્રક પલટી મારી જતાં ચાલક સહિતનાનો આબાદ બચાવ થયો છે. નોંધનિય છે કે, ચાણસ્માનું સર્કલ
 
બનાવ@ચાણસ્મા: કોલસો ભરેલી ટ્રક વહેલી સવારે પલટી મારી ગઇ, જાનહાનિ ટળતાં રાહત

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા

ચાણસ્મા હાઇવે પર વહેલી સવારે કોલસો ભરેલી ટ્રક પલટી મારી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં આ ટ્રક હારીજથી લિગ્નાઇટ કોલસો ભરીને મહેસાણા જઇ રહી હોવાનું ખુલ્યુ છે. વહેલી સવારે અચાનક સર્કલ પાસે જ ટ્રક પલટી મારી જતાં ચાલક સહિતનાનો આબાદ બચાવ થયો છે. નોંધનિય છે કે, ચાણસ્માનું સર્કલ બહુ જ મોટું હોવાથી અવાર-નવાર આવા અકસ્માતની ઘટનાઓ સામે આવતાં સ્થાનિકો દ્રારા અવારનવાર સર્કલ નાનુ કરવા રજૂઆતો કરવામાં આવી છે. જોકે આજે સવારે પણ સ્થાનિકો દ્રારા અમુક સમય પુરતો હાઇવે ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવ@ચાણસ્મા: કોલસો ભરેલી ટ્રક વહેલી સવારે પલટી મારી ગઇ, જાનહાનિ ટળતાં રાહત

પાટણ જીલ્લાના ચાણસ્મા હાઇવે પર જ વહેલી સવારે ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. હારીજ તરફથી લિગ્નાઇટ કોલસો ભરીને આવી રહેલી ટ્રક ચાણસ્મા હાઇવે પર આવેલ સર્કલ પાસે જ પલટી મારી હતી. જોકે અકસ્માતમાં કોઇ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સર્કલ બહુ મોટું હોવાથી છેલ્લા કેટલાય સમયથી ચાણસ્મા હાઇવે સર્કલ પર છાશવારે નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. ચાણસ્માના નાગરિકો દ્વારા તંત્રને સર્કલ નાનુ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર સ્થાનિક રજુઆતોને અવગણીને કોઈ જ પગલાં ભરતું નથી.