ઘટના@દેશ: સિંઘુ બોર્ડર પર ધરણા કરતાં ખેડૂતની તસવીર ભાજપે પોસ્ટરમાં છાપતાં વિવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે હાલ કૃષિ કાયદાને લઈને દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના એક પોસ્ટરને લઈને મોટો વિવાદ સામે આવી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતનો પોસ્ટર બહાર પડ્યું છે તે ખેડૂતો પોતે આવીને કહી રહ્યો છે કે હું
 
ઘટના@દેશ: સિંઘુ બોર્ડર પર ધરણા કરતાં ખેડૂતની તસવીર ભાજપે પોસ્ટરમાં છાપતાં વિવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે હાલ કૃષિ કાયદાને લઈને દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના એક પોસ્ટરને લઈને મોટો વિવાદ સામે આવી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતનો પોસ્ટર બહાર પડ્યું છે તે ખેડૂતો પોતે આવીને કહી રહ્યો છે કે હું તો આંદોલન કરી રહ્યો છું. ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ પોસ્ટર બહાર પાડીને કહ્યું હતું કે પંજાબના ખેડૂતો નવા કૃષિ કાયદાથી ખૂબ જ ખુશ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવા કૃષિ કાયદાઓનાના વિરોધમાં આજે 28માં દિવસે પણ ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પંજાબની ભારતીય જનતા પાર્ટી દ્વારા પોસ્ટર દ્વારા બતાડવામાં આવ્યું કે, ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે. જે ખેડૂતની તસવીર શેર કરવામાં આવી છે તેનું નામ હરપ્રીત સિંહ છે. હવે આ પોસ્ટર લઇને સોશ્યલ મીડિયામાં ભારે હોબાળો થઇ રહ્યો છે. જોકે હવે ભારતીય જનતા પાર્ટીએ આ પોસ્ટરને ડિલીટ કરી દીધું છે.

સમગ્ર મામલે હરપ્રીત સિંહનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટીએ છથી સાત વર્ષ જૂની તસવીરનો ઉપયોગ કર્યો છે. તેણે કહ્યું કે, મારી મંજૂરી લીધા વગર જ ભારતીય જનતા પાર્ટીએ આ તસવીરનો ઉપયોગ કરી લીધો છે જ્યારે હું તો સિંઘુ બોર્ડર પર આવેલો છું અને કૃષિ કાયદા સામે પ્રદર્શન કરી રહ્યો છું. હરપ્રીત સિંહે કહ્યું કે કોઈ પણ આ નવા કાયદાથી ખુશ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર અહિયાં સિંઘુ બોર્ડર પર આવી નથી રહી અને ભાજપને તે જાણવામાં પણ રસ નથી કે ખેડૂતો કૃષિ કાયદા સામે વિરોધ કેમ કરી રહ્યા છે. કૃષિ કાયદાને ખેડૂતોએ નકારી દીધા છે અને હવે તેમનો ગુસ્સો પણ વધી રહ્યો છે.