આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી દરમ્યાન દહેગામમાં માનવામાં ન આવ તેવી ઘટના બની છે. દહેગામ તાલુકાના ગામમાં નાગણે નાગના મોતનો બદલો લીધાનો કિસ્સો સામે આવ્યો છે. નાગનો મોતનો બદલો લેવા માટે નાગણે કાકી અને ભત્રીજીને મોતને ઘાટ ઉતરવાનો કિસ્સો સામે આવતાં ચોંકાવનારી અને અચરજ પમાડે તેવી સ્થિતિ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના મુવાડી ગામે રહેતા સુરેખાબેન પ્રહલાદજી સોલંકી (ઉંમર વર્ષ-30) 10 જૂનના રોજ ઘરના ચુલા પર ચા બનાવતાં હતા. આ દરમ્યાન અચાનક તેમને ઝેરી જનાવર કરડી ગયું હતું. તેમને હોસ્પિટલ તાત્કાલિક લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેના બાદ મહિલાની સાત વર્ષની ભત્રીજી અનુ સોલંકી આંગણામાં રમતી હતી, ત્યારે તેને નાગણ જેવા ઝેરી જાનવરે દંશ દેતાં તે પણ મૃત પામી હતી. આ તરફ અચાનક કાકી-ભત્રીજીના મોતથી લોકોને નાગણના બદલા પર શંકા ગઈ હતી. કારણ કે, બે દિવસ અગાઉ મૃતકના મકાનની આસપાસ નાગ નીકળતાં લોકોએ મારી નાંખ્યો હતો. તેનો બદલો લેવા માટે નાગણે બે વ્યક્તિઓનો ભોગ લીધો છે. તેવું સ્થાનિકો સહિત ગ્રામજનોમાં ચર્ચાઇ રહ્યુ હોઇ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

સૂત્રોએ જણાવયું હતુ કે, આ નાગણ એટલી ઝેરી હતી કે દંશ દીધાના થોડાક સમયમાં જ કાકી ભત્રીજીના શરીરમાં ઝેર શરીરમાં પ્રસરી ગયું હતું, અને તેમનુ સારવાર પહેલા જ મોત નિપજ્યું હતું. સાપ દંશની આ ઘટનામાં ત્રણ બાળકો નોંધારા બન્યા છે. ઝેરી નાગણે દંશ દેતાં મોતને ભેટનાર સુરેખાબેન સોલંકીના પતિ પ્રહલાદજી સોલંકીનું છ મહિના પહેલાં મોત નિપજ્યું હતું. ત્યારે હવે માતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ સંતાનો એકલા પડી ગયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code