ઘટના@દાહોદ: ભાજપ મંત્રીના ભાણેજ પણ ફાયરિંગ, યુવકને માથાના ભાગે ઇજા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દાહોદમાં ભાજપ મંત્રીના ભાણેજ ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં રાત્રીના સમયે વોકિંગમા નીકળ્યા બાદ ગામમાં તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના
 
ઘટના@દાહોદ: ભાજપ મંત્રીના ભાણેજ પણ ફાયરિંગ, યુવકને માથાના ભાગે ઇજા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દાહોદમાં ભાજપ મંત્રીના ભાણેજ ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં રાત્રીના સમયે વોકિંગમા નીકળ્યા બાદ ગામમાં તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદ જીલ્લાના ધાનપુરના સજોઇ ગામે ગતરાત્રે ફાયરિંગની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ભાજપના નેતા અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ પર ફાયરિંગ થયું છે. રાત્રીના સમયે વોકિંગમા નીકળ્યા બાદ ઇસમે તમો અમારા ગામમાં કેમ આવો છો ? તેમ કહી ફાયરિંગ કર્યું હતું. જેમાં મંત્રીના ભાણેજને માથાના ભાગે ઇજઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.