ઘટના@દાહોદ: કૌટુંબિક દિયરે ભાભીને આપી તાલિબાની સજા, વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દાહોદના ફતેપુરા તાલુકાના સાગડપાડાનો વાયરલ વીડિયો જોઈને ‘તાલિબાની સજા’ની પ્રતિતી થશે. આ વીડિયો વાયરલ થતા સુખસર પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર બનાવની માહિતી સામે આવી છે. આ ઘટનાની પુષ્ટી થતા સુખસર પોલીસ હરકતમાં આવી અને આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થઈ છે. આ વીડિયોના મુદ્દે જે હકિકત સામે
 
ઘટના@દાહોદ: કૌટુંબિક દિયરે ભાભીને આપી તાલિબાની સજા, વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદના ફતેપુરા તાલુકાના સાગડપાડાનો વાયરલ વીડિયો જોઈને ‘તાલિબાની સજા’ની પ્રતિતી થશે. આ વીડિયો વાયરલ થતા સુખસર પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર બનાવની માહિતી સામે આવી છે. આ ઘટનાની પુષ્ટી થતા સુખસર પોલીસ હરકતમાં આવી અને આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થઈ છે. આ વીડિયોના મુદ્દે જે હકિકત સામે આવી તે ચોંકાવનારી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદના એક વિસ્તારનો વીડિયો ગઇકાલે વાયરલ થયો હતો. વીડિયોમાં મહિલાને એક વ્યક્તિ રસ્તા પર ઢસડી ઢસડીને માર મારી રહ્યો છે. જોકે, આ વીડિયોને ગઈકાલે પુષ્ટી થઈ નહોતી. હવે વાયરલ વીડિયોના મામલે પોલીસ મેદાને આવતા પુષ્ટી થઈ છે. અહીંયા કૌટુંબિક દિયરોએ ભેગા મળીને એક ભાભીને રસ્તા પર ઢસડી ઢસડીને ઢોર માર માર્યો અને લોકો જોતા રહ્યા. આ ઘટના નજરે જોનાર એક વ્યક્તિએ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી અને ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

આ ઘટનાની પુષ્ટી થતાં સુખસર પોલીસ હરકતમાં આવી અને આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થઈ છે. આ વીડિયોના મુદ્દે જે હકિકત સામે આવી તે ચોંકાવનારી છે. અહીંયા આ મહિલાને મારનાર મહિલાને ‘તાલિબાની સજા’ મળવાનું કારણ કૌટુંબિક ઝઘડો છે. મહિલાએ પરિવારના ખટરાગમાં વિરોધપક્ષના પરિવાની મહિલાઓ જોડે વાત કરી આ મામલે તેને માર મારવામાં આવ્યો છે. આટલી સામાન્ય વાતમાં લાકડીના ફટકા મારી મારીને એક મહિલાને જાહેર માર્ગ પર મારવામાં આવી અને લોકો આસપાસમાં ઉભા ઉભા આ ઘટના નિહાળી રહ્યા હતા.