ઘટના@દાંતા: પૌરાણિક અંબા મંદિર અને ફિલ્મ સિટીમાં ભીષણ આગ, ફાયરની સુવિધા ન હોવાથી આગ વિકરાળ બની

 
આગ

અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠાના દાંતામાં આવેલા પૌરાણિક અંબા મંદિરની છત પર અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મંદિરની છત પર લાગેલી આગ એટલી ભીષણ હતી કે મંદિરની બાજુમાં આવેલા ફિલ્મ સિટી અંબા મહેલ સુધી પ્રસરી ગઈ હતી. અંબે માતાના મંદિરની પાછળ ફિલ્મ સિટીમાં બનાવેલા ઓરડાઓ આગની ચપેટમાં આવતા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

​​​​​​દાંતામાં ફાયર ફાઈટરની સુવિધાનો અભાવ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પાણી છાંટીને આગ ઓલવવામાં મદદ કરી હતી. અંતે અંબાજીથી ફાયર ફાઈટરની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે આગ એટલી વિકરાળ હતી કે મંદિરની બાજુમાં આવેલા ફિલ્મ સિટી અંબા મહેલ સુધી પ્રસરી ગઈ હતી. તેમજ ભીષણ આગના પગલે દૂર-દૂર સુધી ધુમડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જો કે આગ લાગતા ઓરડાઓ બળીને ખાખ થઈ ગયા છે.