ઘટના@દાંતીવાડા: રાજસ્થાન જતાં યુવકને નડ્યો અકસ્માત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,દાંતીવાડા કોરોના મહામારી વચ્ચે અનલોકમાં મળેલી છૂટ દરમ્યાન અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ તરફ આજે દાંતીવાડાથી ચંડીસર જતાં હાઇવે ઉપર બાઇક લઇ જઇ રહેલા રાજસ્થાનના યુવાનને અકસ્માત નડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરી હોસ્પિટલ ખસેડ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
ઘટના@દાંતીવાડા: રાજસ્થાન જતાં યુવકને નડ્યો અકસ્માત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,દાંતીવાડા

કોરોના મહામારી વચ્ચે અનલોકમાં મળેલી છૂટ દરમ્યાન અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ તરફ આજે દાંતીવાડાથી ચંડીસર જતાં હાઇવે ઉપર બાઇક લઇ જઇ રહેલા રાજસ્થાનના યુવાનને અકસ્માત નડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરી હોસ્પિટલ ખસેડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@દાંતીવાડા: રાજસ્થાન જતાં યુવકને નડ્યો અકસ્માત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરથી બાઈક લઈને જઈ રહેલા રાજસ્થાનના ભીનમાલ તાલુકાના જસવંતપુરા ગામના રહેવાસી સેન ગોવિંદભાઈ જવાનભાઈ ઉં.વ. 45 વર્ષ જેઓ પોતાનું બાઇક લઇ પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. બપોરે 1:30 વાગ્યાના સમયે લોડપા ગામ જોડે બાઇક સ્લીપ થતાં ખૂબ જ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે આજુબાજુના લોકો એકઠા થયા હતા. 108ને જાણ કરતાં બનાવના ગણતરીના સમયમાં આવી પહોંચી હતી.

ઘટના@દાંતીવાડા: રાજસ્થાન જતાં યુવકને નડ્યો અકસ્માત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઘાયલના ટેલીફોન દ્વારા 108ના સ્ટાફ દ્વારા તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં ઘાયલના દીકરા દ્વારામાં આઈ.સી.યુ ખાતે લઇ જવા જણાતાં 108ના પાયલોટ શાહનવાજ મકરાણી અને ટી.એમ.ટી લલિત પરમાર દ્વારા ત્યાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા વ્યક્તિ જોડેથી તેના આધારકાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ સાથે ૬ જેટલી કાતર મળી આવી હતી.