ઘટના@ડીસા: હોમિયોપેથિકની ડીગ્રી પર એલોપેથિકની સારવાર કરતો ડોક્ટર ઝડપાયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા શહેરમાંથી હોમિયોપેથિક ડોક્ટર એલોપેથી દવા આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે ડીસા ઉત્તર પોલીસ અને આરોગ્યની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ઇસમને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપી પોતે હોમિયોપેથિક ડોક્ટર હોવા છતાં ડોક્ટર હાઉસમાં જાહેરમાં દવાખાનું ખોલી એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું
 
ઘટના@ડીસા: હોમિયોપેથિકની ડીગ્રી પર એલોપેથિકની સારવાર કરતો ડોક્ટર ઝડપાયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા શહેરમાંથી હોમિયોપેથિક ડોક્ટર એલોપેથી દવા આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે ડીસા ઉત્તર પોલીસ અને આરોગ્યની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ઇસમને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપી પોતે હોમિયોપેથિક ડોક્ટર હોવા છતાં ડોક્ટર હાઉસમાં જાહેરમાં દવાખાનું ખોલી એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલ્યુ છે. સમગ્ર મામલે મેડીકલ ઓફીસરે ઇસમ વિરૂધ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં બોગસ ડોક્ટરો પર પોલીસ અને આરોગ્ય તંત્રની તવાઇ વચ્ચે વધુ એક કાર્યવાહી સામે આવી છે. ગઇકાલે બપોરના સમયે ડીસા ઉત્તર પોલીસ મથકનો સ્ટાફ અને આરોગ્ય તંત્રની ટીમે ચોક્કસ બાતમી આધારે ડોક્ટર હાઉસમાં આવેલ હેત આઇસીયુની બાજુમાં માં સિકોતર હેલ્થ કેર ઇલેક્ટ્રો હોમિયોપેથિકને ત્યાં રેઇડ કરી હતી. જ્યાં ડો. હર્ષદ પ્રજાપતિ પાસે ડીગ્રી માંગતાં તેમણે હોમિયોપેથિક ડોક્ટર હોવાનું પ્રમાણપત્ર રજુ કર્યુ હતુ. જોકે તેઓ હોમિયોપેથિકની સાથે એલોપેથિક દવાઓનું પણ વેચાણ કરતાં હોવાનું ખુલતાં કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડીસામાં હોમિયોપેથિકની ડીગ્રી પર એલોપેથિકની સારવાર કરતાં ડોક્ટરને ઝડપી લેવાયો છે. ગઇકાલે બપોરે કરાયેલા કાર્યવાહીમાં દવાખાનામાંથી અલગ-અલગ દવાઓ અને મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.52,127 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર મામલે મેડીકલ ઓફીસર ડો.ઇર્શાદ મનસુરીએ ઇસમ વિરૂધ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી 336 અને ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30, 35 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.