ઘટના@ડીસા: ખેતીલાયક જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કર્યુ, 9 વિરૂધ્ધ ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા તાલુકાના ગામે ખેતીલાયક જમીન પચાવી પાડી તેમાં બાંધકામ કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગત દિવસોએ સ્થાનિક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પાસેથી જમીન ખરીદી હતી. જે જમીનમાં ગામના જ કેટલાંક ઇસમોએ ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ સાથે ખેતરમાં રાખેલા ભાગીયાને પણ જમીન ખાલી કરી દેવા અને જમીન માલિકને જમીનમાં
 
ઘટના@ડીસા: ખેતીલાયક જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કર્યુ, 9 વિરૂધ્ધ ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા તાલુકાના ગામે ખેતીલાયક જમીન પચાવી પાડી તેમાં બાંધકામ કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગત દિવસોએ સ્થાનિક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પાસેથી જમીન ખરીદી હતી. જે જમીનમાં ગામના જ કેટલાંક ઇસમોએ ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ સાથે ખેતરમાં રાખેલા ભાગીયાને પણ જમીન ખાલી કરી દેવા અને જમીન માલિકને જમીનમાં નહીં પ્રવેશવાની ધમકી આપી હતી. જેથી જમીન માલિકે ક્લેક્ટરમાં અરજી કરતાં હુકમ આધારે કુલ 9 વ્યક્તિ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ખેતીલાયક જમીન પર ગામના ઇસમોએ કબજો કર્યાની ઘટના સામે આવી છે. ડીસાના અનિલકુમાર સોનીએ 2020ના ઓગસ્ટ મહિનામાં જૂના ડીસા ગામના ચાવડા હરેશસિંહ પાસેથી જમીન વેચાણ રાખી હતી. જે બાદમાં તેનો વેચાણ દસ્તાવેજ કર્યા બાદ ટાઇટલ તેમના નામે છે. જોકે સરસ્વતી તાલુકાના કાતરા સમાલ ગામના કાંતિભાઇ પટેલ, ડીસાના ધરપડ ગામનામ શામળાજી ઠાકોર, સરસ્વતીના ભાટસણ ગામના વસંતજી ઠાકોર, પાલનપુરના સલેમપુરાના પરેશભાઇ મેણાતે જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ સાથે ફરીયાદી ખેડૂતે બનાવેલ વાડ પણ તોડી નાંખી હતી.

ઘટના@ડીસા: ખેતીલાયક જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કર્યુ, 9 વિરૂધ્ધ ગુનો નોંધાયો
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

આ દરમ્યાન ઇસમોએ હાથમાં હથિયાર ધારક કરી જમીનનો કબજો કરવા 2020ના ઓક્ટોબર મહિનામાં આવ્યા હતા. જ્યાં વાડી તોડી નાંખી ખેતરમાં ભાગીયાનું કામ કરતાં વ્યક્તિને 2 દિવસમાં જમીનનો કબજો ખાલી કરી જતાં રહેતાં ધમકી આપી હતી. આ સાથે અન્ય આરોપીઓએ પણ ભેગા મળી જમીન પચાવી પાડવાના આશયથી જમીનમાં કબજો કર્યો હતો. સમગ્ર મામલે અનિલકુમારે કલેક્ટરમાં અરજી કરતાં નવા કાયદા મુજબ ફરીયાદ કરવા મંજૂરી મળી હતી. જેથી અનિલકુમારે કુલ 9 વ્યક્તિ વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(3), 5(b), 5(c), 5(e) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@ડીસા: ખેતીલાયક જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કર્યુ, 9 વિરૂધ્ધ ગુનો નોંધાયો