ઘટના@ડીસા: ટેન્કરને નડ્યો અકસ્માત, યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત, ફરાર ચાલક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા તાલુકાના ગામ નજીક ટેન્કરને અકસ્માત નડતાં એક યુવકનું મોત થયાનું સામે આવ્યુ છે. આજે વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતાં કોઇ વાહન અકે કોઇ વસ્તુ સાથે ટકરાવાથી અકસ્માત થયો હતો. જે બાદમાં ચાલકની બાજુમાં બેસેલાં યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પરીજને
 
ઘટના@ડીસા: ટેન્કરને નડ્યો અકસ્માત, યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત, ફરાર ચાલક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા તાલુકાના ગામ નજીક ટેન્કરને અકસ્માત નડતાં એક યુવકનું મોત થયાનું સામે આવ્યુ છે. આજે વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતાં કોઇ વાહન અકે કોઇ વસ્તુ સાથે ટકરાવાથી અકસ્માત થયો હતો. જે બાદમાં ચાલકની બાજુમાં બેસેલાં યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પરીજને અજાણ્યાં ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કંસારી પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે સાડા ચારેક વાગ્યે રાજસ્થાન પાર્સિંગને અકસ્માત નડ્યો હતો. જેમાં ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી કોઇ વાહન કે કોઇ વસ્તુ સાથે ટકરાવી અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. આ તરફ ટેન્કરમાં બેસેલાં યુવક છગનરામ ગોવારામ ભીલનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પરીજન વિષ્નારામે ટેન્કર ચાલક વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.