ઘટના@ડીસા: યુવાનની લાશ મળી આવી, તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે પોલીસની કવાયત

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે આજે ડીસા શહેરમાંથી એક આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો સહિત લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ઝેરડા ગામનો હોવાનું સામે આવ્યુ છે. આ તરફ ડીસા ઉત્તર પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી
 
ઘટના@ડીસા: યુવાનની લાશ મળી આવી, તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે પોલીસની કવાયત

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે આજે ડીસા શહેરમાંથી એક આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો સહિત લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ઝેરડા ગામનો હોવાનું સામે આવ્યુ છે. આ તરફ ડીસા ઉત્તર પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના ગાયત્રી મંદીરની બાજુમાં શૌચાલય આગળની એક યુવકની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ગણેશભાઈ પસાભાઈ પરમાર (ઉ.29) રહે.ઝેરડા, હાલ.અમદાવાદ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા. આ તરફ ડીસા ઉત્તર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. એક જ દિવસમાં ડીસા પંથકમાંથી બે લાશો મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.