ઘટના@ડીસા: ડેરી આગળ કેમ ઉભો છે કહી યુવકને માર માર્યો, 3 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા તાલુકાના ગામે ડેરી આગળ ઉભેલા યુવકને ત્રણ ઇસમોએ ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે ફરીયાદી યુવક ગામની ડેરી પાસે ઉભો હતો. આ દરમ્યાન ગામના ત્રણ ઇસમોએ કહેલ કે, તું કેમ અહીં ઉભો છે ? જેથી ફરીયાદીએ કહેલ કે, હું નોકરી જવા ઉભો છુ. આ તરફ
 
ઘટના@ડીસા: ડેરી આગળ કેમ ઉભો છે કહી યુવકને માર માર્યો, 3 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા તાલુકાના ગામે ડેરી આગળ ઉભેલા યુવકને ત્રણ ઇસમોએ ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે ફરીયાદી યુવક ગામની ડેરી પાસે ઉભો હતો. આ દરમ્યાન ગામના ત્રણ ઇસમોએ કહેલ કે, તું કેમ અહીં ઉભો છે ? જેથી ફરીયાદીએ કહેલ કે, હું નોકરી જવા ઉભો છુ. આ તરફ ઉશ્કેરાયેલાં આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી, લાફો મારી અને ગડદાપાટુનો માર માર્યો હોવાને લઇ યુવકે ત્રણ ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ધાડા ગામે યુવકને ગામના જ ઇસમોએ માર માર્યો હોવાનુ સામે આવ્યુ છે. ગઇકાલે સવારે ગામના અજમલસિંહ વાઘેલા ડીસા નોકરી જવા ગામની ડેરી આગળ ઉભો હતો. આ દરમ્યાન ગામના ઇસમે આવીને પુછેલ કે, કેમ અહીં ડેરી પાસે ઉભો છે ? જેથી ફરીયાદીએ કહેલ કે, હું નોકરી જવુ છુ. આ તરફ આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી લાફા માર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, એક ઇસમે ફરીયાદીને બાથમાં પકડી રાખતાં અન્ય ઇસમોએ ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે ફરીયાદીએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ તરફ આરોપીઓએ જતાં જતાં હવે લાગ મળેથી તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જેને લઇ ફરીયાદીએ તમામ ઇસમો સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવી છે. પોલીસે તમામ ઇસમો સામે આઇપીસી કલમ 323, 294(b), 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. નરપતસિંહ કાકલસીંહ વાઘેલા
  2. રજુસીંગ સરદારસીંગ વાઘેલા
  3. કિરણસીંગ ભેરસિંહ વાઘેલા, ગામ-ઘડા, તા.ડીસા, જી.બનાસકાંઠા