ઘટના@દિલ્હી: કુચ કરી રહેલા ખેડૂતોના ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારી, 1નું મોત 2 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં રોડ અકસ્માતમાં ખેડૂતનું મોત થતા ઘટનાસ્થળે રહેલી પોલીસે કાર્યવાહી ચાલુ કરી હતી. ત્યારે ખેડૂતોએ પોલીસે ડેડ બોર્ડીને કબ્જામાં લેવા દીધી નહોંતી. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર તૈનાત છે. પોલીસે આરોપી ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઘટનામાં 2
 
ઘટના@દિલ્હી: કુચ કરી રહેલા ખેડૂતોના ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારી, 1નું મોત 2 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં રોડ અકસ્માતમાં ખેડૂતનું મોત થતા ઘટનાસ્થળે રહેલી પોલીસે કાર્યવાહી ચાલુ કરી હતી. ત્યારે ખેડૂતોએ પોલીસે ડેડ બોર્ડીને કબ્જામાં લેવા દીધી નહોંતી. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર તૈનાત છે. પોલીસે આરોપી ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઘટનામાં 2 ખેડૂતો ઘાયલ થયા છે. જેમને રોહતકના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ તપાસમાં જોડાયી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જ્ણાવ્યું હતુ કે, ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આ પ્રદર્શન કરીરહ્યા છે. તેમણે 26-27 નવેમ્બર દિલ્હી ચલો અભિયાન અંતર્ગત ટ્રેક્ટરમાં દિલ્હી તરફ કુચ કરી છે. જોકે તંત્ર કોરોનાના નામે તેમને પ્રદર્શન કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ખેડૂતોએ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે બિહારની ચૂંટણી સમયે કોરોનાની ગાઈડલાઈન ક્યાં હતી. ખેડૂતોને રોકવા ટિયર ગેસના શેલ, પાણીનો મારો તેમજ બેરિકેટ લગાવવા જેવા ઉપરાંત ક્યાંક તો પ્રસાસને રોડ સુદ્ધા ખોદી નાંખ્યા છે. જો કે મક્કમ મનનો જગતનો તાત પોતાના હક માટે તમામ પડકારોની વચ્ચે આગળ વધી રહ્યો છે. ત્યારે આ ગોઝારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા.