ઘટના@દિયોદર: માતાજીની આરતી બાબતે યુવક પર હુમલો, 4 લોકો સામે ફરીયાદ

અટલ સમાચાર, દિયોદર કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના ગામે માતાજીના આરતીમાં હાજર રહેવાને લઇ એક વ્યક્તિ ઉપર હુમલો થયો હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગત દિવસોએ કોઇ કારણસર બબાલને અંતે ગઇકાલે માતાજીના આરતીમાં હાજર ન રહેવા ફરીયાદીને જણાવાયુ હતુ. જોકે ફરીયાદીના કુટુંબનો વારો આવ્યો હોવાથી તેઓ આરતીમાં જતાં ગામના વ્યક્તિઓએ તેમની ઉપર છરી વડે
 
ઘટના@દિયોદર: માતાજીની આરતી બાબતે યુવક પર હુમલો, 4 લોકો સામે ફરીયાદ

અટલ સમાચાર, દિયોદર

કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના ગામે માતાજીના આરતીમાં હાજર રહેવાને લઇ એક વ્યક્તિ ઉપર હુમલો થયો હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગત દિવસોએ કોઇ કારણસર બબાલને અંતે ગઇકાલે માતાજીના આરતીમાં હાજર ન રહેવા ફરીયાદીને જણાવાયુ હતુ. જોકે ફરીયાદીના કુટુંબનો વારો આવ્યો હોવાથી તેઓ આરતીમાં જતાં ગામના વ્યક્તિઓએ તેમની ઉપર છરી વડે જીવલેણ હુમલો અને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઇ છે. આ તરફ પોલીસે ફરીયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જાડા ગામે ગતરાત્રે યુવક ઉપર આરતીની બાબતે હુમલો થયો હોવાનું સામે આવ્યુ છે. 40 વર્ષિય પ્રકાશકુમાર જીવણલાલ બારોટ જાડા ખાતે રહી પ્રા.નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. ગત. તા.23-10-2020ના રોજ સાંજે તેમના ફોઇ સાથે ગામના હાર્દિક રતીલાલ બારોટે હાથ પકડી છેડતી કરી હતી. જે બાદમાં કુટુંબીજનોએ ભેગા મળી સમાધાન કર્યુ હતુ. જોકે ગઇકાલે સવારે હાર્દિકે પ્રકાશભાઇને કહેલ કે, આજે સાંજે ગરબીની આરતીમાં તુ આવતો નહી. નહીતર મજા નહી આવે. જે બાદમાં પ્રકાશભાઇ પોતાનું કામ પતાવી રાત્રે ગરબીની આરતીમાં તેમના પરિવારનો વારો હોઇ ત્યાં પહોંચ્યા હતા.

ઘટના@દિયોદર: માતાજીની આરતી બાબતે યુવક પર હુમલો, 4 લોકો સામે ફરીયાદ
File Photo

આ દરમ્યાન હાર્દિક, જીગર અને તેમના પિતા રતીલાલ અને માતા નિરૂબેને ત્યાં આવ્યા હતા. જ્યાં હાર્દિકે પ્રકાશભાઇને કહેલ કે તમે માતાજીની આરતીમાં આવવાની ના પાડેલ હતી. તેમ છતાં કેમ આવ્યો છે ? તેમ કહી હાર્દિકે પ્રકાશભાઇ ઉપર છરીથી હુમલો કર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ સાથે જીગર અને તેના પિતા રસીકલાલ અને માતા નિરૂબેને પણ ગડદાપાટુનો માર માર્યો હોવાનું ઉમેર્યુ છે. જે બાદમાં સ્થાનિકો વચ્ચે પડતાં મામલો શાંત પડતાં આરોપીઓએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ તરફ દિયોદર પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 324, 323, 506(2), 114 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ 

  1. હાર્દિકભાઇ રતિલાલ બારોટ
  2. જીગરભાઇ રતિલાલ બારોટ
  3. રતીલાલ બારોટ
  4. નિરૂબેન વા-ઓ રતીલાલ બારોટ, તમામ રહે. જાડા, તા. દિયોદર