ઘટના@દિયોદર: આખલાની અડફેટે આશાસ્પદ યુવકનું મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે ગઇકાલે દિયોદરમાં આખલાની અડફેટે આશાસ્પદ યુવકનુ મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રોટીલા-દિયોદર હાઇવે પર બાઇક લઇ પસાર થતાં યુવકને આખલાએ ટક્કર મારતાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું કરૂણ મોત થયુ છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ ઘટનાને લઇ પ્રથમ ૧૦૮ને જાણ કરાતાં થરાદથી આવશે તેમ કહેતાં પરિજનો
 
ઘટના@દિયોદર: આખલાની અડફેટે આશાસ્પદ યુવકનું મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે દિયોદરમાં આખલાની અડફેટે આશાસ્પદ યુવકનુ મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રોટીલા-દિયોદર હાઇવે પર બાઇક લઇ પસાર થતાં યુવકને આખલાએ ટક્કર મારતાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું કરૂણ મોત થયુ છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ ઘટનાને લઇ પ્રથમ ૧૦૮ને જાણ કરાતાં થરાદથી આવશે તેમ કહેતાં પરિજનો ખાનગી વાહનમાં હોસ્પિટલ જવા નિકળ્યા હતા. જોકે ત્યાં પણ વચ્ચે રેલ્વે ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોઇ ફાટક બંધ હોવાથી હોસ્પિટલ પહોંચવામાં મોડું થતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરથી રોટીલા હાઇવે પર ગઇકાલે આખલાની અડફેટે યુવકનું મોત થયુ છે. રોટીલાના યુવાન માનાભાઈ અચળાભાઈ ચૌહાણ ભાગીયા તરીકે ખેતીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે સાંજે દિયોદરથી રોટીલા વચ્ચે અચાનક રસ્તામાં આખલો આવી જતાં બાઇક સ્લીપ ખાઈ જતાં બે યુવાન રોડ પર પટકાયા હતા. જેમાં મૃતક યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં પ્રાઈવેટ વાહન દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ડૉકટર દ્વારા મૃત જાહેર કરાતા પરિવાર અને રોટીલા ગામમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દિયોદરના રોટીલા ગામના આશાસ્પદ યુવાનને આખલાએ અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. જેથી પરિજનો દ્રારા પ્રથમ તાત્કાલિક 108ને જાણ કરતાં 108 દિયોદરમાં હાજર નથી થરાદથી આવશે. તેવો જવાબ મળતાં પરિજનો યુવકને ખાનગી વાહનમાં દિયોદર રેફરલ હોસ્પિટલ લઇ જવા નિકળ્યા હતા. પરંતુ ત્યાં પણ રસ્તામાં દિયોદર-ભાભર રેલવે ફાટક બંધ હોવાથી અને રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોઇ ભારે ટ્રાફિક વચ્ચે યુવાનને સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલ લાવવામાં આવતા સ્થળ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા છે.