ઘટના@દિયોદર: સગીરાને બળજબરીથી લઇ જઇ દુષ્કર્મ આચર્યુ, ગુનો દાખલ

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના કાળ વચ્ચે દિયોદર તાલુકાના ગામે 15 વર્ષિય સગીરા સાથે યુવકે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. તાલુકાના ગામે ખેતરમાં રહેતાં પરિવારની દિકરી ગામમાં શાકભાજી લેવા ગયા બાદ પરત નહિ આવતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન ફરીયાદીના દિયર સગીરાને લઇ ઘરે આવ્યા હતા. જેમાં સગીરાની પુછપરછમાં તેણે જણાવ્યુ
 
ઘટના@દિયોદર: સગીરાને બળજબરીથી લઇ જઇ દુષ્કર્મ આચર્યુ, ગુનો દાખલ

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) 

કોરોના કાળ વચ્ચે દિયોદર તાલુકાના ગામે 15 વર્ષિય સગીરા સાથે યુવકે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. તાલુકાના ગામે ખેતરમાં રહેતાં પરિવારની દિકરી ગામમાં શાકભાજી લેવા ગયા બાદ પરત નહિ આવતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન ફરીયાદીના દિયર સગીરાને લઇ ઘરે આવ્યા હતા. જેમાં સગીરાની પુછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે, આરોપીએ તેને ફોસલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદમાં ભોગ બનનાર સગીરાના કાકા આવી જતાં આરોપી ફરાર થઇ ગયો હતો. આ દરમ્યાન સગીરાની માતાએ આરોપી સામે આઇપીસી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ગામે એક પરિવાર ખેતરમાં રહી મજૂરીકામ કરે છે. ગામથી એક કિલોમીટર જેટલા અંતરે ખેતર હોવાથી ફરીયાદીની દીકરી ગત મંગળવારે સાંજે પાંચેક વાગે ગામમાં શાકભાજી લેવા ગઇ હતી. જે બાદમાં સાંજે સાતેક વાગ્યા સુધી દીકરી પરત નહિ આવતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન સગીરાના કાકા અને બનેવી તેને લઇ ખેતર તરફ આવતાં હતા. જ્યાં સગીરાની માતાએ પુછતાં તે રડવા લાગતાં તેને વિગતે પુછપરછ કરતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

ઘટના@દિયોદર: સગીરાને બળજબરીથી લઇ જઇ દુષ્કર્મ આચર્યુ, ગુનો દાખલ
File Photo

ભોગ બનનાર સગીરાએ પરિવારને જણાવ્યુ હતુ કે, ધુણસોલ ગામનો અલ્પેશ સોભાજી ઠાકોર અવાર-નવાર ગામમાં આવતો હોવાથી તેની સાથે સગીરા વાતચીત કરતી હતી. જોકે ગત મંગળવારે સાંજે અલ્પેશ સગીરાને ફોસલાવી બાવળની જાડીમાં લઇ ગયો હતો. જે બાદમાં તેને સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમ્યાન સગીરાના કાકા અને બનેવી ત્યાં આવી જતાં અલ્પેશે આ વાત કોઇને કહી તો બધાને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો. ઘટનાને લઇ સગીરાની માતાએ અલ્પેશ ઠાકોર સામે આઇપીસીની કલમ 376(3), 363, 366, 506(2) અને પોસ્કો એક્ટની કલમ 4, 6 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.