ઘટના@દિયોદર: દીકરી ઘરમાં ન હોવાનું ખબર પડતાં ચોંક્યાં, વિધર્મી યુવક ભગાડી ગયો

અટલ સમાચાર, દિયોદર કોરોના મહામારી વચ્ચે દિયોદર પંથકમાં એક સગીરાને વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે. ગત દિવસોએ પંથકની સગીરાની સગાઇ નક્કી કરવા અન્ય ગામે ગયેલો પરિવાર પરત ઘરે આવતાં સગીરા ઘરે હાજર ન હતી. જે બાદમાં શંકા જતાં પંથકના એક યુવકની તપાસ કરતાં તે પણ હાજર ન
 
ઘટના@દિયોદર: દીકરી ઘરમાં ન હોવાનું ખબર પડતાં ચોંક્યાં, વિધર્મી યુવક ભગાડી ગયો

અટલ સમાચાર, દિયોદર

કોરોના મહામારી વચ્ચે દિયોદર પંથકમાં એક સગીરાને વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે. ગત દિવસોએ પંથકની સગીરાની સગાઇ નક્કી કરવા અન્ય ગામે ગયેલો પરિવાર પરત ઘરે આવતાં સગીરા ઘરે હાજર ન હતી. જે બાદમાં શંકા જતાં પંથકના એક યુવકની તપાસ કરતાં તે પણ હાજર ન હોવાથી પરિવારે દિયોદર પોલીસ મથકે વિધર્મી યુવક સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર પંથકની 17 વર્ષ અને 5 મહિના ઉંમરની સગીરાને એક વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગત 26 ઓક્ટોબરના રોજ સગીરાનો પરિવાર તેની સગાઇની વાતને લઇ સામેવાળાના ઘરે ગયા હતા. જે બાદમાં તેઓ સાંજે પરત આવતાં સગીરા ઘરે જોવા નહિ મળતાં શંકાના આધારે પંથકના વિધર્મી યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે તે પણ ઘરે હાજર નહિં મળતાં પરિવારે વિધર્મી યુવક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દિયોદર પંથકની સગીરાને 18 વર્ષ પુર્ણ ન થયા હોવાનું જાણવા છતાં લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. જેને લઇ સગીરાના પરિવારે શરીફ ઉર્ફે કાળિયો હમીદભાઇ સુમરા (મુસલમાન) સામે ફરીયાદ નોંધાવી છે. આ તરફ દિયોદર પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 363, 366 અને જાતિ સંબંધિત પ્રતિબંધક અધિનિયમની કલમ 3(2)(v) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.