ઘટના@દિયોદર: યુવક પર અચાનક હિચકારો હુમલો, સારવાર અર્થે ખસેડાયો

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના ગામે યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે કોઇ કારણસર ઇસમોએ યુવક પર હુમલો કરતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે સ્થાનિક મહિલાએ અગાઉ હુમલાની આશંકાને લઇ પોલીસ મથકે અરજી પણ કરી હોવાનું સામે આવ્યુ છે. આમ છતાં સ્થાનિક
 
ઘટના@દિયોદર: યુવક પર અચાનક હિચકારો હુમલો, સારવાર અર્થે ખસેડાયો

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના ગામે યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે કોઇ કારણસર ઇસમોએ યુવક પર હુમલો કરતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે સ્થાનિક મહિલાએ અગાઉ હુમલાની આશંકાને લઇ પોલીસ મથકે અરજી પણ કરી હોવાનું સામે આવ્યુ છે. આમ છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્રારા યોગ્ય પગલાં ભરવામાં નહિ આવતાં આરોપીઓ દ્રારા હુમલો કરાયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામે યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. ગોલવી ગામના યુવાન પર હુમલાની ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ તરફ યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, અગાઉ મહિલાએ હુમલાની આશંકાને લઇ સ્થાનિક પોલીસ મથકે અરજી પણ કરી હતી. જોકે પોલીસ દ્રારા કોઇ કાર્યવાહી નહિ કરાતાં આરોપીઓએ બેફામ બની યુવક પર હુમલો કર્યો હોવાનો પરિજનોનો આક્ષેપ છે.

ઘટના@દિયોદર: યુવક પર અચાનક હિચકારો હુમલો, સારવાર અર્થે ખસેડાયો