ઘટના@દેશ: એક જ પરિવારના 5 લોકોની હત્યા બાદ યુવકે પોતાને ગોળી મારી કરી આત્મહત્યા

 
ક્રાઇમ

ફોરેન્સિક ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સમાચાર સામે આવ્યા છે કે અહીં દારૂના નશામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.સીતાપુરના એસપી ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે 45 વર્ષીય અનુરાગ સિંહ માનસિક રીતે નબળા હતા. તેને દારૂ પીવાની લત હતી. તેણે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. પછી તેણે આત્મહત્યા કરી લીધી. અનુરાગે હથોડાથી પત્નીની, ગોળી મારીને માતાની હત્યા કરી હતી. આ પછી 3 બાળકોને ધાબા પરથી ફેંકી દીધા હતા. આ તમામ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાને ગોળી મારી અને આત્મહત્યા કરી.

મૃતકોમાં અનુરાગ પોતે, તેની 65 વર્ષીય માતા સાવિત્રી, તેની 40 વર્ષની પત્ની અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અનુરાગે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરમાંથી ચીસો સાંભળીને પાડોશીઓ ત્યાં પહોંચ્યા. તેણે જ પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાડોશીઓએ જણાવ્યું કે અનુરાગ ડ્રગ્સનો બંધાણી હતો.

પરિવાર તેને ડ્રગ ફ્રી સેન્ટરમાં લઈ જવા માંગતો હતો, આ બાબતે રાત્રે વિવાદ થયો હતો. આ પછી, સવારે પાંચ વાગ્યે અનુરાગે આ ભયંકર ઘટનાને અંજામ આપ્યો. અધિકારીઓ સહિત ભારે પોલીસ દળ ઘટનાસ્થળે તૈનાત છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટના સ્થળની બહાર લોકોનો જમાવડો છે. પોલીસ કોઈને ઘરની નજીક આવવા દેતી નથી.