ઘટના@દેશ: મુંબઈમાં એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કર, 6 લોકોનાં કમકમાટીભર્યા મોત

 
Durghatna
મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુંબઈથી લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની. ગઈ કાલે રાતે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે એટલી હદે ભીષણ ટક્કર થઇ કે તેમાં ઓછામાં ઓછા 6 લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે. મૃતકાંક હજુ વધે તેવી શક્યતા છે. દુર્ઘટના ગત રાતે 11 વાગ્યાની આજુબાજુની સર્જાઈ હતી. જ્યારે એક કાર ઈંધણ ભરાવ્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર આગળ વધી ત્યારે નાગપુરથી મુંબઈ જતી અન્ય કાર સાથે તેની ધડાકાભેર ટક્કર થઇ હતી અને આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. 

ઘટનાસ્થળે હાજર લોકોના અહેવાલ અનુસાર બંને કાર વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા હવામાં ફંગોળાઈ ગઈ અને હાઈવે પર લગાવેલા બેરીકેડ પર જઈને ભટકાઈ હતી. કારમાં સવાર તમામ 6 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. લોહીથી લથબથ હાલતમાં તેમના શબ રોડ પર પડેલા દેખાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે ક્રેઈનની મદદથી કારને હાઈવે પરથી હટાવી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.