ઘટના@દેવગઢબારીયા: મનરેગામાં કૌભાંડની અરજીથી ગુસ્સે થયા સરપંચ, ઈસમોએ કર્યો હુમલો, પોલીસ તાત્કાલિક દોડી

 
Bhrastachar
ગામમાં કરોડોની રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાની અરજી ગામનાં જ મેહુલ પટેલે કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


દેવગઢબારિયા તાલુકામાં મનરેગાના કામોની તપાસ માટે થયેલી અરજી પછી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરજી કરનાર ગામના જાગૃત નાગરિક ઉપર તપાસ ટીમ આવેલી હતી ત્યારે સરપંચ સહિતનાએ ગુસ્સે થઈ હુમલો કર્યો હતો. યુવક સાથે ઝપાઝપી કરી હાથચાલાકી કરી માર મારતાં પોલીસે તાત્કાલિક પહોંચી બચાવી કર્યો હતો. આ પછી યુવકે સાગટાળા પોલીસ મથકે પહોંચી ધોરણસરની ફરિયાદ અરજી આપી હતી. સૌથી મોટી વાત બહાર આવી કે, યુવકે સાગટાળા પોલીસ સ્ટેશને અગાઉથી જ સુરક્ષાની અરજી કરેલી હતી છતાં સરપંચ સહિતના ઈસમોએ ઝપાઝપી કરી ડર ઊભો કર્યો હતો. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં મનરેગાના કામોમાં તપાસની વારંવારની અરજી આવતી રહે છે પરંતુ જ્યારે ગાંધીનગર અથવા દાહોદથી તપાસની સુચના આવે ત્યારે થોડી દોડધામ થાય છે. બારીયા તાલુકાના નાડાતોડ ગામમાં કરોડોની રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાની અરજી ગામનાં જ મેહુલ પટેલે કરી છે. આ અરજીથી સત્તા ઉપર બેઠેલા જે રાજકીય ઈસમોને તકલીફ થાય તેમ હોવાથી કંઈક મુશ્કેલી ઉભી કરશે તેવી યુવકને શંકા હતી. આથી મેહુલ પટેલે સુરક્ષાના ભાગરૂપે સાગટાળા પોલીસ મથકે જાણ કરી સુરક્ષા આપવા વિનંતી કરી હતી. આ તરફ અગાઉ થોડા કામો તપાસી ગયેલી મનરેગાની ટીમ સોમવારે ફરીથી આવી હતી ત્યારે મેહુલ પટેલ નજીક દોડી આવી સરપંચ ભૂપેન્દ્ર સહિતનાએ હાથાપાઈ કરી હતી. શરીર ઉપર હાથ અને પગ વડે મારી યુવકને ડરાવવા ધમકાવવા કોશિશ કરી હતી ત્યારે તાત્કાલિક પોલીસ આવી પહોંચી હતી. વાંચો નીચેના ફકરામાં કેમ બન્યું હોય

અરજી મુજબ નાડાતોડ ગામમાં કરોડો રૂપિયાનો મનરેગાનો ભ્રષ્ટાચાર છતાં તપાસમાં એપીઓ, એટીડીઓ, ટીડીઓ કે જિલ્લાના ડીડીપીસીને બદલે નાના કરાર આધારિત કર્મચારીઓ મોકલી આપ્યા હતા. આવું ઈરાદાપૂર્વક કર્યું હોય તેની શક્યતા જાણી તમે ચોંકી જશો. જ્યાં ભ્રષ્ટાચાર થયાની ગંભીર ફરિયાદ થઇ છે તે નાડાતોડ ગામના સરપંચનો પરિવાર મોટું રાજકીય કદ ધરાવે છે. સરપંચના ભાઇ દેવગઢબારિયા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને સરપંચના પિતા દેવગઢબારિયા માર્કેટયાર્ડના ચેરમેન હોવાથી યુવકને કંઈક અજુગતું બનવાની શક્યતા હતી. હવે અહીં સવાલ થાય છે કે, એપીઓ અને ટીડીઓ આટલી મોટી ગંભીર ફરિયાદ સામે તપાસ માટે પોતે કેમ ના ગયા ? બીજા રીપોર્ટમાં જવાબદારી અને સત્તાધીશોની રાજનીતિનો સૌથી મોટો રીપોર્ટ જાણીએ.