ઘટના@ડીસા: બે ટ્રેલર અને કાર અથડાતાં ત્રણેય વાહનોમાં લાગી ભીષણ આગ, 2નાં મોત

 
ઘટના

આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાનાં ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાનાં ડીસા તાલુકાનાં ઝેરડા-કુચાવાડા રોડ પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. બે ટ્રેલર અને કાર ધડાકાભેર અથડાતાં ત્રણેય વાહનોમાં ભીષણ આગ લાગી હતી અને ધુમાડાનાં ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી પણ સામે આવી છે. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ પણ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

ડીસાનાં ઝેરડા-કૂચાવવાડા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બે ટ્રેલર અને કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં ત્રણેય વાહનોમાં આગ લાગી હતી. જોતા જોતા આગ એટલી વિકરાળ બની કે ધુમાડાનાં ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને વાહનોમાં સવાર લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં બે લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હોવાની માહિતી છે. અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પોલ અને ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી આગની ચપેટમાં આવેલા વાહનો પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.