ઘટના@દ્વારકા: જામખંભાળીયામાં વિસ્ફોટક પદાર્થ મળી આવતા હડકંપ, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જામખંભાળીયાનાં કાજૂરડામાં વિસ્ફોટક પદાર્થ સાખે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. જામખંભાળીયામાં એક્સપ્લોઝીવ પદાર્થ મળી આવતા ચકચાર મચી ગઇ છે. જિલ્લા તથા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.જામ ખંભાળિયાના કાજૂરડામાં એક્સપ્લોઝીવ પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે. વિસ્ફોટક પદાર્થની કુલ 217 નંગ સ્ટિક સાથે 1 શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
દ્વારકા SOGએ બાતમીના આધારે કાસમ દાઉદ સંગારની ધરપકડ કરી છે. કાસમે વાડીમાં વિસ્ફોટક પદાર્થ રાખ્યા હતા. ઇલેક્ટ્રિક કેબલ અને વિસ્ફોટ કરવાની સામગ્રી પણ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આરોપી વિસ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યા તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે દેશનાં દુશ્મનો પોતાનો નશાનો ધંધો હોય કે રાજ્યને અસ્થિર કરવા માટેનો પ્રયાસ હોય દરિયો તેમના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેવામાં ગુજરાતમાં દ્વારકા જિલ્લાનાં 23 ટાપુઓ પૈકી 21 ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દ્વારકા ન દરિયાકાંઠાનો જિલ્લો છે પરંતુ પાકિસ્તાનની પણ ખુબ જ નજીક છે. મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને અન્ય એજન્સીઓ સમગ્ર જિલ્લાનાં દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.