બનાવ@ગઢ: નોકરીની લાલચે યુવતિને ગોંધી રાખી સંબંધ બાંધ્યો, 7 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે ગઢ પંથકની યુવતિને નોકરી અપાવવાની લાલચ આપી અપહરણ કરી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરીયાદ ગઢ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ યુવતિને નોકરી અપાવવાનું કહી ડોક્યુમેન્ટ મેળવી તેનું અપહરણ કરવામાં આવ્યુ હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ પછી યુવતિ સામે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો
 
બનાવ@ગઢ: નોકરીની લાલચે યુવતિને ગોંધી રાખી સંબંધ બાંધ્યો, 7 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે ગઢ પંથકની યુવતિને નોકરી અપાવવાની લાલચ આપી અપહરણ કરી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરીયાદ ગઢ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ યુવતિને નોકરી અપાવવાનું કહી ડોક્યુમેન્ટ મેળવી તેનું અપહરણ કરવામાં આવ્યુ હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ પછી યુવતિ સામે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. યુવતિએ ગઢ પોલીસ મથકે 7 લોકોના નામજોગ ફરીયાદ લખાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ગઢ પંથકની યુવતિ સાથે નોકરી અપાવવાના બહાને અપહરણ કરી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાની સામે આવી છે. ગત.તા.17-08-2020થી 04-10-2020 સુધીના સમયગાળા દરમ્યાન આરોપી અશ્વિનકુમાર અંબારામભાઇ મેણાત(પટેલ)એ ફરીયાદી યુવતિને નોકરીની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ અવાર-નવાર તેની મરજી વિરૂધ્ધ સંભોગ કર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ સાથે ફરીયાદી યુવતિને દોઢેક માસથી ગોંધી રાખી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગંદી ગાળો બોલી અને આરોપીને મદદગારી કરનારા તમામ સામે યુવતિ ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપીએ યુવતિને નોકરી આપવાની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી તેનું અપહરણ કરી પ્રથમ વાગદોડ ત્યાંથી બોરસણ અને ત્યાંથી ઊંઝા લઇ જઇ ધાક-ધમકીઓ આપી કાગળો ઉપર સહીઓ લીધેલી. જે બાદમાં વાગદોડ લઇ જઇ રાત્રિ દરમ્યાન યુવતિની મરજી વિરૂધ્ધ બે-ત્રણ વાર શરીર સંબંધ બાંધ્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ પછી ફરીયાદીએ કોઇ રીતે તેની મોટી બહેનને તા.4 ઓક્ટોબરના રોજ ફોન કરતાં તેમને અભયમને જાણ કરી હતી. જે બાદમાં અભયમની ટીમ વાગદોડ પહોંચી યુવતિને પોલીસ સ્ટેશન લઇ જતાં યુવતિએ માતા-પિતાના ઘરે જવાનું કહેતાં તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. આ તરફ મહિલાએ 7 લોકોના નામજોગ ફરીયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 366, 376(2)(n), 344, 294(b), 506(2),114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. અશ્વિનભાઇ અંબારામભાઇ મેણાત(પટેલ), ગામ.વાગદોડ, તા.સરસ્વતી, જી.પાટણ
  2. રોહિતભાઇ અંબારામભાઇ મેણાત(પટેલ), ગામ.વાગદોડ, તા.સરસ્વતી, જી.પાટણ
  3. સંદીપભાઇ જયંતિભાઇ મેણાત(પટેલ), ગામ.વાગદોડ, તા.સરસ્વતી, જી.પાટણ
  4. અંબારામભાઇ મોહનભાઇ મેણાત(પટેલ), ગામ.વાગદોડ, તા.સરસ્વતી, જી.પાટણ
  5. ભગાભાઇ તળશીભાઇ પટેલ, ગામ.વાગદોડ, તા.સરસ્વતી, જી.પાટણ
  6. રોહિતભાઇ રમેશભાઇ પટેલ, ગામ. સબોસણ, તા. પાટણ
  7. રાકેશભાઇ કાન્તિભાઇ પટેલ, ગામ. બોરસણ, તા. પાટણ