ઘટના@ગાંધીનગરઃ દારૂ પીધેલા ઇસમો પોલીસકર્મી પર તુટી પડ્યા, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ગાંઘીનગર ગાંધીનગરમાં દારૂ પીધેલા 3 ઇસમોએ ફરજ બજાવતા પોલીસકર્મી સાથે ગાળાગાળી કરીને માર મારવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પોલીસકર્મી પોતાની ફરજ બજાવતા હતા. આ દરમ્યાન ઇસમોએ ઉશકેરાઇ જઇ અને ઝપાઝપી કરીને મારમારીને પોલીસકર્મીનો ફોન પછાડીને તોડી નાખ્યો હતો. સમગ્ર મામલે ત્રણ ઇસમો સામે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથકે ફરીયાદ
 
ઘટના@ગાંધીનગરઃ દારૂ પીધેલા ઇસમો પોલીસકર્મી પર તુટી પડ્યા, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ગાંઘીનગર

ગાંધીનગરમાં દારૂ પીધેલા 3 ઇસમોએ ફરજ બજાવતા પોલીસકર્મી સાથે ગાળાગાળી કરીને માર મારવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પોલીસકર્મી પોતાની ફરજ બજાવતા હતા. આ દરમ્યાન ઇસમોએ ઉશકેરાઇ જઇ અને ઝપાઝપી કરીને મારમારીને પોલીસકર્મીનો ફોન પછાડીને તોડી નાખ્યો હતો. સમગ્ર મામલે ત્રણ ઇસમો સામે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર જીલ્લાના સરગાસણ ગામે 3 ઇસમોએ એક પોલીસકર્મીને મારમારવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગઇકાલ રાત્રે એલ.આર.ઝવેરભાઇ મહાદેવભાઈ નાઇટ કરફ્યુ પોઇન્ટ પ્રમુખનગર કટ સરગાસણ ખાતે ફરજ ઉપર હાજર હતા. આ દરમ્યાન રાત્રિના સાડા આઠ વાગે એક એક્ટીવા ૫૨ ત્રણ ઇસમ આવેલ જેઓને રોકતા અને નાઇટ કફર્યું દરમ્યાન બહાર નીકળવા બાબતે પુછપ૨છ કરતા તેઓના મોઢામાંથી દારૂ પીધેલ હોવાની ગંધ આવતી હતી. અને તેમને રોકતા તેમને પોલીસકર્મી સાથે ગાળાગાળી કરવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા ત્રણે જણાઓ ઉશ્કેરાઇને ફેટ પકડી અને ઝપાઝપી કરવા લાગેલ. પોલીસકર્મીએ પી.સી.આર.11ના ઇન્ચાર્જ અ.હે.કો.હર્ષદસિંહ કનકસિંહને ફોન કરી તાત્કાત્કાલીક આવી જવા જણાવતા જેથી આ ત્રણે ઇસમો વધુ ઉશ્કેરાઇ જઇ અને ગદડાપાટુનો મારમારવા લાગ્યા હતા. અને તેમાંથી એક ઇસમે ફોન હાથમાંથી ઝુંટવી લઇ રોડ ઉપર પછાડી તોડી નાખ્યો હતો. ત્યારબાદ પી.સી.આર.11આવી જતા તેમાં ત્રણેય ઇસમોને સરકારી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ 3 ઇસમોને પોલીસ સ્ટેશન લઇ જઇ તેમની પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછમાં તેમને તેમના નામ અક્ષયભાઇ ભરતભાઇ પટેલ રહે. રૂપાલ, મહાદેવ વાસ, તા.જી-ગાંધીનગર તથા દિવ્યાંગસિંહ વિનોદસિંહ ચાવડા રહે-રૂપાલ, માતાવાળી વાસ તા.જી-ગાંધીનગર કેતુલ દિલીપભાઈ પટેલ રહે, રૂપાલ તા.જી-ગાંધીનગર હોવાનું જણાવ્યુ હતુ. આ સમગ્ર મામલે ગાંધીનગર સેક્ટર-7 પોલીસે ત્રણેય ઇસમો સામે આઇપીસી કલમ 186, 332, 427 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.