બનાવ@ગાંધીનગર: DPS સ્કૂલ ખાતે શોટ સર્કિટના કારણે લાગી આગ, ફાયર વિભાગે કડક કાર્યવાહી કરી સીલ કરી

 
આગ
DPS સ્કૂલમાં આગના બનાવ બાદ અનેક સવાલ ઊભા થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરમાં આવેલ DPS સ્કૂલ ખાતે AC માં શોટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો છે. સદનસીબે  સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ PVC સિલિંગના સ્ટ્રક્ચરવાળી એડમિન ઓફિસમાં આગ પ્રસરી ગઈ હતી. એડમિશન ઓફિસના ટેબલ, ખુરશી સહિતનું ફર્નિચર તેમ જ કમ્પ્યુટર ઉપરાંતનો સામાન બળીને ખાખ થયો છે. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે.

DPS સ્કૂલ સામે ફાયર વિભાગે કડક કાર્યવાહી કરી સીલ કરી છે. આ સ્કૂલમાં AC માં શોટ સર્કિટ થતાં આગ લાગી હતી. આ આગ ગણતરીની મિનિટોમાં જ PVC સિલિંગના સ્ટ્રક્ચરવાળી એડમિન ઓફિસમાં પ્રસરી હતી અને ઓફિસનું ફર્નિચર, કમ્પ્યુટર સહિતનો તમામ સામાન બળીના ખાખ થયો હતો. જો કે, સદનસીબે સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. માહિતી મળી છે કે, DPS સ્કૂલ સામે ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને સ્કૂલને સીલ કરી દીધી છે.

જાણીતી DPS સ્કૂલ પાસે ફાયર NOC ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં ફાયર NOC આઉટ ડેટેટ હોવાનું માલુમ પડ્યું છે. આગના બનાવ બાદ અનેક સવાલ ઊભા થયા છે. ફાયર વિભાગે સ્કૂલને સીલ કરી તે સારી વાત છે પરંતુ, દુર્ઘટના સર્જાયા પછી જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે ? જો ફાયર વિભાગના અધિકારીઓએ પહેલા જ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ બનાવ જ બન્યો ન હોત.