ઘટના@ગાંધીનગર: નભોઈ કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત, બેની શોધખોળ ચાલુ

 
ઘટના
તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 1 વ્યક્તિની શોધખોળ ચાલુ છે. ગાડીમાં ચાર લોકો સવાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી લોકોની શોધખોળ હાથ ધરી છે.ગાંધીનગરમાં નભોઈ કેનાલમાં એક કાર કેનાલમાં ખાબકતા કારમાં સવાર 4 લોકોમાંથી 3 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

એક યુવક અને યુવતી સહિત ત્રીજો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે હજુ એક વ્યક્તિની ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ છે. કાર કેનાલમાં ખાબકી હોવાના સમાચાર ગ્રામજનોને મળતા ગ્રામજનો દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.આ બાબતે ગાંધીનગર ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કારને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.