ઘટના@ગીર: સિંહણે ખેતરમાં કામ કરતા ખેડૂતને ફાડી ખાધો, વનવિભાગે જેસીબીની મદદથી મૃતદેહ છોડાવ્યો

સિંહણનો 7 સદસ્યોનો પરિવાર અચાનક આવી ચડ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોડર વિસ્તારમાં ખેડૂત પર સિંહણએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ વચ્ચે વન વિભાગે સિંહણ પાસેથી મૃતદેહ છોડાવવા પ્રયાસ કર્યા પરંતુ સિંહણ આક્રમણ સ્વરૂપ ધારણ કરી ગુસ્સામાં હોવાથી વનવિવભાગ દ્વારા જેસીબીની મદદ લઈ મૃતદેહ છોડાવ્યો હતો. સિંહણને ઈંજેકશન મારી બેભાન કરીને દબોચી લીધી અને પાંજરે પુરવામાં સફળતા મળી.
વનવિભાગ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી ઉના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા બાદ વનવિભાગનો અલગ અલગ રેન્જ અધિકારીની મોટો કાફલો સીમ વિસ્તારમાં પહોંચ્યા બાદ સિંહણનું લોકેશન મેળવી મેગા ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશનમાં સિંહણને ઈંજેકશન મારી બેભાન કરીને દબોચી લીધી અને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. બચ્ચા વાળી સિંહણનો 7 સદસ્યોનો પરિવાર અચાનક આવી ચડ્યો, અને ખેતરમાં પાણી વાળતા મંગાભાઈ નામક ખેડૂતને બાજુની વાડીમાં ઢસડીને લઈ જઈ ફાડી ખાધો હતો.
ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોએ હાકલા પડકારા કર્યાં હતાં પરંતુ સિંહણ દૂર ખસી નહીં. બાદમાં ગ્રામજનો ટ્રેક્ટર લઈને પહોંચ્યા ત્યાં સુધીમાં સિંહણે મંગાભાઈને ફાડી ખાધાં હતા. ગામના લોકો અંતે જેસીબી લઈને આવ્યા તો પણ સિંહણ અને બચ્ચા ત્યાંથી દૂર ખસ્યા નહીં. આખરે વનવિભાગની ટીમ આવી પહોંચતા સિંહણને મૃતદેહથી દૂર કરાઈ.