ઘટના@ગિરનાર: સીડીઓ પરથી સિંહ બાળકને ઉઠાવી ગયો, જંગલમાંથી માત્ર અવશેષ મળ્યા

 
ઘટના

સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગિરનારની પ્રસિદ્ધ સીડીઓ પર એક ખૂંખાર સિંહે માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી તેને ઉપાડી જતાં પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.એક પરિવાર પોતાના નાના બાળક સાથે ગિરનાર પર્વત ચડવા માટે ગયો હતો.ચડતી વખતે અચાનક ગિરનારની સીડીઓ પાસે એક સિંહ આવી ચડ્યો. પરિવાર કંઈ સમજે તે પહેલાં જ સિંહે બાળક પર તરાપ મારી દીધી અને તેને મોંમાં દબોચીને ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો.

પરિવારના સભ્યોએ ચીસો પાડી મદદ માટે પુકાર કરી, પરંતુ સિંહ અત્યંત ઝડપથી જંગલમાં અદૃશ્ય થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ. વનકર્મીઓ અને સ્થાનિકોની મદદથી જંગલના ઊંડા વિસ્તારોમાં બાળકને શોધવા માટે મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. અમારા પ્રયત્નો પછી જંગલમાંથી બાળકના માત્ર માનવ અવશેષો જ મળી આવ્યા, જે જોઈને પરિવારજનો અને વન વિભાગના અધિકારીઓ પણ દુઃખી થઈ ગયા.આ ઘટનાએ ગિરનાર પર્વત પરની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.