ઘટના@ગુજરાત: જામનગર-રાજકોટ હાઈવે પર એક્ટિવા અને બોલેરો કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત

 
અકસ્માત

એક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. રાજકોટ હાઈવે પર જાયવા નજીક આશાપુરા હોટલ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટિવા અને બોલેરો કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત એક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવમા આવી છે.

ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા જાયવા નજીક આશાપુરા હોટલ પાસે એકટીવા અને બોલેરાનુ ભયંકર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ વ્યક્તિના મોતથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના હોવાનું જાણવા મળ્યું છે હાલ ઘટના સ્થળ પર 108 પહોંચી છે એક બાળકીને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવી હતી. તેઓનુ મોત થતા કુલ ત્રણ મોત ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.