ઘટના@ગુજરાત: આજે દાહોદ અને જાફરાબાદમાં અકસ્માત, બે લોકોના ઘટનાસ્થળે જ મોત

 
ઘટના
કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હીલર ચાલકનું ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ગુજરાતમાં આજે બે માર્ગ અકસ્માતો બન્યા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. દાહોદના વડબારા હાઇવે પર એક કાર ચાલકે રાહદારીને ટક્કર મારીને ભાગી ગયો હતો, જેમાં આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અન્ય એક ઘટનામાં, અમરેલીના જાફરાબાદના નાગેશ્રી ગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં ઉના તરફથી ઝડપથી આવી રહેલી કાર ચાલકે ટક્કર મારતાં ટુ વ્હીલર સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

આજે રાજ્યમાં બે ગંભીર અકસ્માતો બન્યા. આમાં બે લોકોના મોત થયા છે. દાહોદના વડબારા હાઇવે પર એક કાર ચાલકે એક આધેડ વ્યક્તિને ટક્કર મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, જેના કારણે આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં એક આધેડ વ્યક્તિનું મોત થયું. અન્ય એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.બીજા એક માર્ગ અકસ્માતમાં, સૌરાષ્ટ્રના જાફરાબાદના નાગેશ્રી ગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉના તરફથી આવતી એક ઝડપી કારે ટુ વ્હીલર સવારને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.