ઘટના@ગુજરાત: ગીરસોમનાથમાં કાર ચાલકે ગુમાવ્યો કાબુ, પાંચ લોકોને લીધા અડફેટે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીરસોમનાથમાં સોમનાથ ભાવનગર હાઈવે પર કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા પાંચ લોકોને અડફેટે લીધા છે અને ત્યારબાદ કાર ગટરમાં ખાબકી હતી, કારમા સવાર 4 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, કારમાં સવાર તમામ લોકો અમદાવાદના રહેવાસી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
કોડીનારના પેઢવાડા હાઈવે નજીક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ચાર થી પાંચ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે.કાર એટલી સ્પીડમાં હતી કે, સાઈડમાં પાર્ક કરેલી બાઈકને 30 ફૂટ દૂર ઉડાવી હતી અને બાઈક પણ ગટરમાં જઈ ખાબકી હતી.ઘટનાની જાણ થતા લોકોએ કાર ચાલકને તેમજ તેમની સાથે રહેલા લોકોને કારની બહાર કાઢયા હતા અને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા,મહત્વની વાત તો એ છે કે સમગ્ર ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથધરી હતી, કાર ચાલકનું તેમજ આસપાસના લોકોનું નિવેદન પણ લેવામાં આવ્યું હતુ. ત્યારે પોલીસ કાર ચાલકની સામે ગુનો પણ નોંધી શકે છે.હાઈવે પર અસકસ્માતની ઘટના વારંવાર બનતી હોય છે, જો આ અકસ્માતમાં બાઈક ચાલકને ફંગોળ્યો હોત તો તેને પણ ગંભીર ઈજા પહોંચી હોત આ તો સારૂ છે કે, બાઈક પાસે કોઈ ઉભુ ન હતુ,જો બાઈક પાસે કોઈ ઉભુ હોત તો ઘટના કંઈક અલગ હોત. હાઈવે પર રોડ ખાલી હોવાથી વાહન ચાલકો મનફાવે તેટલી સ્પીડમાં વાહનો ચલાવતા હોય છે.