ઘટના@ગુજરાત: હેબતપુર ગામ નજીક ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોની હાલત ગંભીર , 10 ઈજાગ્રસ્ત

 
અકસ્માત
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધોલેરા-ભાવનગર હાઈવે પર આજે (5 ઓક્ટોબર) વહેલી સવારે હેબતપુર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતા કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.બંને બસ વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર લાગ્યા બાદ એક બસ પલટી મારી ગઈ હતી.

અકસ્માત સર્જાતા જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.