ઘટના@ગુજરાત: ધોલેરા-ભાવનગર માર્ગ પર ગંભીર અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

 
અકસ્માત
આ ઘટનામાં 1 મહિલા અને 4 પુરુષોના મોત થયા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં અકસ્માતની ગંભીર ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે આજરોજ ધોલેરા ભાવનગર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 કાર ભાવનગર તરફથી આવી રહી હતી. અને બીજી કાર ધોલેરા થી ભાવનગર તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક ગાડીઓ વચ્ચે ટક્કર સર્જાતા મોટી ઘટના ઘટી હતી.આ ઘટનામાં 1 મહિલા અને 4 પુરુષોના મોત થયા છે.

જેમાં અમદાવાદના ગોરધન ડોબરીયા, ગૌરવ ડોબરીયા, તીર્થ ડોબરીયા, અશોક ડોબરીયા અને પાલીતાણાના દિશાબેન પ્રભાતાનીનું મોત નિપજ્યું હતું. સ્કોર્પિયોમાં 6 લોકો મુસાફરી કરતા હતા અને કિયા કારમાં 4 લોકો સવાર હતા. અકસ્માતમાં અન્ય 3-4 લોકોને ઈજા પહોચી હતી. જે તમામને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ અવસાન પામેલ લોકોના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.