બનાવ@ગુજરાત: દ્વારકામાં ચોંકાવનારો કિસ્સો, 24 પક્ષીઓના શિકાર કરી ઉતાર્યા મોતને ઘાટ, લોકોમાં રોષ

 
કાર્યવાહી

24 જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દ્વારકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. અહીંયા ચરકલા નાગેશ્વર વિસ્તારમાં અમુક લોકો દ્વારા વન્યજીવોનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. જોકે વન્યજીવોનો શિકાર કોણે કર્યો છે તે હજુ સુધી સામે નથી આવી શક્યું. બીજી તરફ ઘટનાને લઈને ફોરેસ્ટ વિભાગ પણ હાલ તપાસ કરી રહ્યું છે.

નાગેશ્વર વિસ્તારમાં આવેલ ભીમગજા તળાવ પાછળનો આ બનાવ છે. જ્યાં 24 જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા છે. શિકારીઓ જ્યારે શિકાર કરી રહ્યા હતા તે જ સમયે ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગ માટે આવી હતી. જેમાં શિકારીઓને જેવી જાણ થઈ કે ફોરેસ્ટ વિભાગની ટીમ આવી રહી છે ત્યારે તેઓ ત્યાં સ્થળ પર જ રિક્ષા અને પક્ષીઓના મૃતદેહોને છોડીને ફરાર થઈ ગયા હતા.સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગ દ્વારા સૌથી પહેલા તો પક્ષીઓના મૃતદેહને એકઠા કરવામાં આવ્યા. જેમાં પક્ષીઓના મૃતદેહનો કબજો મેળવીને અજાણ્યા ઇસમોની સામે ફોરેસ્ટ વિભાગે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે રીતે આ બનાવ સામે આવ્યો છે તેને લઈને લોકો પણ ચોંકી ઉઠ્યા છે.

સાથે જ આ બનાવને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષનો માહોલ ફેલાયો છે. પક્ષીઓનો શિકાર આ ઘટનામાં કોણે કર્યો તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી. જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. શિકારીઓને જેવી જાણ થઈ કે ફોરેસ્ટ વિભાગ પેટ્રોલિંગમાં આવી રહ્યું છે ત્યારે તેઓ ત્યાં રિક્ષા અને પક્ષીઓના મૃતદેહ છોડીને ભાગ્યા હતા.