ઘટના@ગુજરાત: વડોદરાના વાઘોડિયા નજીક વિચિત્ર માર્ગ અકસ્માત, એકનું મોત, ચારને ઈજા

 
અકસ્માત
રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે એક વિચિત્ર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને નજીકના એક ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મુંબઈના રહેવાસી 51 વર્ષીય મજહરૂદ્દીન અન્સારીનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

 Image

ઘટનાસ્થળેથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કારને માંડ સીધી કરીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જરોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીઅકસ્માત અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જરોદ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.