ઘટના@ગુજરાત: માતાજીના પૂજા પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા 3 યુવાનોના કરૂણ મોત
Oct 1, 2025, 12:07 IST

દુર્ઘટનાને કારણે ધાર્મિક પ્રસંગને ગમગીનીમાં ફેરવાયો
અટલ સમાચાર ડોટ કીમ, ડેસ્ક
ગીર સોમનાથના સિડોકર ગામમાં આજે વહેલી સવારે એક કરૂણ દુર્ઘટના બની છે. માતાજીના પૂજા પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યાં છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સિડોકર ગામમાં વહેલી સવારે રબારી સમાજ દ્વારા માતાજીની પૂજાનો ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હતો.
આ પ્રસંગમાં અચાનક વીજળીના તારના સંપર્કમાં આવતા ત્રણ યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ ત્રણેય યુવાનો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આ દુર્ઘટનાએ ધાર્મિક પ્રસંગને ગમગીનીમાં ફેરવાઇ ગયો હતો. એક જ ધાર્મિક પ્રસંગમાં ત્રણ યુવાનોના મોત થતાં સમગ્ર સિડોકર ગામ અને રબારી સમાજમાં ઊંડો શોક છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સિડોકર ગામ પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.