ઘટના@હારીજ: અગાઉ ગામમાંથી કાઢી મુકેલો યુવક ઘરે પરત આવતાં હુમલો, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજ તાલુકાના ગામે યુવકને નજીવી બાબતે ગામના ઇસમોએ માર માર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક વિગતો મુજબ અગાઉ યુવકને પાડોશની મહિલા સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી ઇસમોએ એકાદ મહિના પુરતો કાઢી મુક્યો હતો. જે બાદમાં યુવકના ભાઇની દીકરી બિમાર હોઇ યુવક ગામમાં આવ્યો હતો. જેથી ઇસમોએ
 
ઘટના@હારીજ: અગાઉ ગામમાંથી કાઢી મુકેલો યુવક ઘરે પરત આવતાં હુમલો, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ તાલુકાના ગામે યુવકને નજીવી બાબતે ગામના ઇસમોએ માર માર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક વિગતો મુજબ અગાઉ યુવકને પાડોશની મહિલા સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી ઇસમોએ એકાદ મહિના પુરતો કાઢી મુક્યો હતો. જે બાદમાં યુવકના ભાઇની દીકરી બિમાર હોઇ યુવક ગામમાં આવ્યો હતો. જેથી ઇસમોએ ઉશ્કેરાઇ જઇ યુવકને ગાળાગાળી કરી લાકડી અને ધોકા વડે માર માર્યો હતો. જે બાદમાં યુવકને સારવાર અર્થે ખસેડતાં ફ્રેક્ચર થયાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે યુવકે ગામના 4 ઇસમો વિરૂધ્ધ હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના ખેમાસર ગામે ઇસમોએ યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ખેમાસરના ર૪ વર્ષિય સાગર રાવળને ગત દિવસઓ કુંટુંબી પાડોશીઓએ તેમના દીકરાની વહુ સામે આડાસંબંધ હોવાની શંકા રાખી કાઢી મુક્યો હતો. જે બાદમાં સાગરના ભાઇ જીગરની દીકરા બિમાર પડતાં તે ગામમાં આવ્યો હતો. જેથી કનુભાઇ, ચંદુભાઇ, નવીનભાઇ અને જનકભાઇ રાવળ સહિતના હાથમાં લાકડી અને ધોકા સાથે આવી ગાળાગાળી કરી સાગરને માર માર્યો હતો.

ઘટના@હારીજ: અગાઉ ગામમાંથી કાઢી મુકેલો યુવક ઘરે પરત આવતાં હુમલો, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ શંકાના આધારે યુવકને ગામમાંથી મોકલી દીધા બાદ તે પરત આવતાં તેના પર હુમલાની ઘટના સામે આવી છે. શનિવારે બનેલી ઘટનામાં ઇસમોએ ભેગા મળી યુવકને લાકડી અને ધોકા વડે માર મારતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. જોકે સ્થાનિકો વચ્ચે પડતાં ઇસમોએ જતાં-જતાં યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તરફ યુવકને સારવાર અર્થે ધારપુર ખસેડતાં ફ્રેક્ચર થયાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે યુવકે ગામના ચાર ઇસમ વિરૂધ્ધ હારીજ પોલીસ મથકે આઇપીસી 323, 326, 294(b), 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.