આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, હારીજ (પ્રિયકાન્ત શ્રીમાળી)

હારીજ-ચાણસ્મા હાઇવે પર ગત બપોર બાદ પુરૂષ ઉપર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પુરૂષ ફોનથી થયેલ ઓળખાણમાં યુવતિને છેક સુરતથી મળવા આવ્યા બાદ જાનલેવા હુમલાનો ભોગ બન્યો છે. હોટલમાં યુવતિ સાથે સમય પસાર કર્યા બાદ બહાર નિકળતા જ જૂની અદાવતના ઇસમો એકસાથે પુરૂષ ઉપર તુટી પડ્યા હતા. જેમાં પુરૂષને ઘાતક હથિયારોથી હત્યા કરવાના ઇરાદે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે હારીજ, સુરત અને સાવરકુંડલા પંથકમાં ચકચાર મચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ શહેરમાં છેક સુરતથી જીતેન્દ્ર હડીયા નામનો વેપારી દોડી આવ્યો હતો. યુવતિના ફોનને પગલે મળવા આવેલા જીતેન્દ્ર ઉપર જીવલેણ હુમલાથી ચકચાર મચી ગઇ છે. હકીકતે જીતેન્દ્ર નામનો વેપારી ભારતી નામની યુવતિ સાથે ચાણસ્મા રોડ પર આવેલી ખોડલ હોટલમાં રોકાયા બાદ સિધ્ધપુર જવા નિકળ્યો હતો. આ દરમ્યાન રીક્ષામાં બેસતાં જ પાછળથી કાર લઇને આવેલા ચાર ઇસમો વેપારી ઉપર તુટી પડ્યા હતા. છરી, તલવાર અને બંદૂક સહિતના હથિયારો સાથે જીતેન્દ્રના ગામના જ ઇસમોએ જીવલેણ હુમલો કર્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મૂળ સાવરકુંડલા પંથકનો વેપારી સુરતમાં પરિવાર સાથે રહી ગુજરાન ચલાવી રહ્યો છે. વેપારીને અગાઉ સ્થાનિક તત્વો સાથે સંઘર્ષ હોઇ જૂની અદાવતથી હુમલો થયો હોવાનું મનાય છે. જોકે જીતેન્દ્ર નામના વેપારીને છેક હારીજ યુવતિનો ફોન આવ્યો, યુવતિ સાથે હોટલમાં સમય પસાર કર્યો અને પછી તુરંત જાનલેવા હુમલો થયો એ કોઇ ષડયંત્રનો હિસ્સો હોવાનું પણ મનાય છે. આવી સ્થિતિમાં ઘટનાને પગલે મામલો જૂની અદાવતનો કે તેના આધારે ઉભો કરેલ કારસો ? તેને લઇ હારીજ પોલીસે ફરીયાદ આધારે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code