બનાવ@હારીજ: હાઇવે પર આઇસર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, જાનહાની ટળતાં રાહત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજ-સમી હાઇવે પર આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જોકે અકસ્માતની ઘટનામાં બંને ચાલકોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઇકાલે મોડીરાત્રે હાઇવે પર આઇસર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માતને લઇ ટેન્કર રોડ પર પલટી મારી જતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.
 
બનાવ@હારીજ: હાઇવે પર આઇસર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, જાનહાની ટળતાં રાહત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ-સમી હાઇવે પર આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જોકે અકસ્માતની ઘટનામાં બંને ચાલકોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઇકાલે મોડીરાત્રે હાઇવે પર આઇસર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માતને લઇ ટેન્કર રોડ પર પલટી મારી જતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે સ્થાનિકો પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ટ્રાફીક ખુલ્લો કરાવવા કવાયત હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ-સમી હાઇવે પર આવેલા સીએનજી પંપ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે સીએનજી પંપ નજીક એક આઇસર અને ટેન્કર ટકરાયા હતા. જેમાં બંને ચાલકોનો બચાવ થયો પરંતુ તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ગઇકાલે રાત્રે બનેલી ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ અકસ્માતમાં આઇસરની ટક્કરથી ટેન્કર રોડની વચ્ચો વચ્ચ પલટી મારી જતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

બનાવ@હારીજ: હાઇવે પર આઇસર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, જાનહાની ટળતાં રાહત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર પલટી મારી જતાં હાઇવેનો એક તરફનો રસ્તો બ્લોક થઇ ગયો હતો. જે બાદમાં સ્થાનિક પોલીસ તંત્રને જાણ થતાં તાત્કાલિક દોડી જઇ ટ્રાફીક ખુલ્લો કરાવ્યો હતો. આ સાથે ટેન્કરને દૂર ખસેડવાની પણ કવાયત શરૂ કરાઇ હતી. આઇસર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલાં લોકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડાયા હતા.