ઘટના@હિંમતનગર: નર્સને લગ્ન કરવા દબાણ કરી ધમકી આપી, પૂર્વ પ્રેમી સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગરમાં નર્સને તેના પૂર્વ પ્રેમીએ લગ્ન કરવા દબાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાને અગાઉ આરોપી યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે બાદમાં આરોપીના લગ્ન થઇ ગયેલ હોવાથી ફરીયાદી મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી. આ તરફ આરોપી
 
ઘટના@હિંમતનગર: નર્સને લગ્ન કરવા દબાણ કરી ધમકી આપી, પૂર્વ પ્રેમી સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગરમાં નર્સને તેના પૂર્વ પ્રેમીએ લગ્ન કરવા દબાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાને અગાઉ આરોપી યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે બાદમાં આરોપીના લગ્ન થઇ ગયેલ હોવાથી ફરીયાદી મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી. આ તરફ આરોપી યુવકે ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી તેની પાસે રહેલાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સાથે જાનથી મારી નાંખવાની પણ ધમકી આપતાં મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં મહિલાને તેના પૂર્વ પ્રેમીએ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ નોંધાઇ છે. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 29 વર્ષિય મહિલાને અગાઉ ઇડરના સેરપુર ગામના જૈમિક પ્રિયદર્શી સાથે પ્રેમસંબંધ હતો. જોકે જૈમિકના લગ્ન થઇ ગયા બાદ પણ તે નર્સને પ્રેમલગ્ન કરવા દબાણ કરતો હતો. આ તરફ ગઇકાલે બપોરના સમયે જૈમિક ફરીયાદી મહિલાના ક્વાટર્સના ધાબા પર આવી લગ્ન માટે દબાણ કરતો હોવાથી મહિલાએ ના પાડતાં તે ઉશ્કેરાયો હતો. જ્યાં મહિલાનો મોબાઇલ નીચે ફેંકી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવક ફરાર થઇ ગયો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી જૈમિકે મહિલાને તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ સાથે જતાં-જતાં હવે પછી મળી છે તો તને અને તારા પિતાજીને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ઘટના બાદ મહિલાએ પિતાને જાણ કરી ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે હિંમતનગર એ ડીવીઝન પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • જૈમિક વિક્રમભાઇ પ્રિયદર્શી, ગામ-સેરપુર, તા.ઇડર, જી.સાબરકાંઠા