ઘટના@હિંમતનગર: કાળ બનીને પત્નિની હત્યા કરી, આરોપી પતિ ઝડપાયો

અટલ સમાચાર, હિંમતનગર કોરોનાકાળ વચ્ચે હિંમતનગર તાલુકાના ગામે નજીવી બાબતે પતિએ પત્નિની ઇટ મારી હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે પ્રાથમિક શાળા સામે ચાલતી બંગ્લોઝની સાઇડ પર મોબાઇલ બાબતે બોલાચાલી વચ્ચે પતિ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. જે બાદમાં બાજુમાં પડેલી ઇટ પત્નિના માથામાં મારતાં ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘટના બાદ
 
ઘટના@હિંમતનગર: કાળ બનીને પત્નિની હત્યા કરી, આરોપી પતિ ઝડપાયો

અટલ સમાચાર, હિંમતનગર

કોરોનાકાળ વચ્ચે હિંમતનગર તાલુકાના ગામે નજીવી બાબતે પતિએ પત્નિની ઇટ મારી હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે પ્રાથમિક શાળા સામે ચાલતી બંગ્લોઝની સાઇડ પર મોબાઇલ બાબતે બોલાચાલી વચ્ચે પતિ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. જે બાદમાં બાજુમાં પડેલી ઇટ પત્નિના માથામાં મારતાં ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘટના બાદ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના કિફાયતનગર વિસ્તારમાં આજે એક પતિએ તેની પત્નિની ઇટ મારી હત્યા કરી દેતાં હડકંપ મચી ગયો છે. કિફાયતનગર પ્રાથમિક શાળા સામે ચાલતી બંગલોઝની સાઈડ પર મોબાઈલ લેવા બાબતે પતિએ પત્નીને માથાના ભાગે ઇટ મારતા પત્નીનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મોબાઈલ લેવા જેવી નજીવી બાબતે પતિએ પત્નીને માથાના ભાગે ઇટ મારતા પત્નીનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઇ હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા કરનાર પતિને પકડી પોલીસ સ્ટેશન લઈ જઇ વધુ તપાસ હાથ ધરી છે.