ઘટના@ઇડર: ખેતરમાંથી અજાણ્યાં ઇસમો ચંદનના 15 ઝાડ કાપીને ચોરી ગયા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ,ઇડર ઇડર તાલુકાના ગામે અજાણ્યાં ઇસમો ખેતરમાં વાવેલા ચંદનના 15 ઝાડ કાપીને ચોરી કરી લઇ જતાં ચકચાર મચી છે. સ્થાનિક ખેડૂતે પોતાના ખેતરમાં ચંદનના ઝાડનું વાવેતર કરેલ છે. ગઇકાલે તેઓ ખેતરે ઝાડ બરાબર જોઇને પરત ઘરે આવી સવારે ખેતરમાં જતાં ઝાડ કપાયેલી હાલતમાં જોઇ ચોંકી ઉઠ્યા હતા. જેને લઇ તેમને અજાણ્યાં ઇસમો
 
ઘટના@ઇડર: ખેતરમાંથી અજાણ્યાં ઇસમો ચંદનના 15 ઝાડ કાપીને ચોરી ગયા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ,ઇડર

ઇડર તાલુકાના ગામે અજાણ્યાં ઇસમો ખેતરમાં વાવેલા ચંદનના 15 ઝાડ કાપીને ચોરી કરી લઇ જતાં ચકચાર મચી છે. સ્થાનિક ખેડૂતે પોતાના ખેતરમાં ચંદનના ઝાડનું વાવેતર કરેલ છે. ગઇકાલે તેઓ ખેતરે ઝાડ બરાબર જોઇને પરત ઘરે આવી સવારે ખેતરમાં જતાં ઝાડ કપાયેલી હાલતમાં જોઇ ચોંકી ઉઠ્યા હતા. જેને લઇ તેમને અજાણ્યાં ઇસમો સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના લાલોડા ગામે ખેતરમાંથની ચંદનના ઝાડની ચોરીની ઘટના સામે આવી છે. લાલોડાના ખેમાભારઇ અમીચંદભાઇ પટેલે પોતાના ખેતરમાં છેલ્લાં બારેક વર્ષથી 400 ચંદનના ઝાડ વાવેલ છે. જેઓ બે-ત્રણ દિવસે પોતાના ખેતરમાં આંટો મારવા જતાં હોઇ કાલે પણ ગયા ત્યારે ઝાડ બરાબર હતા. જોકે આજે સવારે ખેતરમાં જતાં ચંદનના ઝાડ કપાયેલ હાલતમાં વેરણ-છેરણ પડ્યા હતા.

ઘટના@ઇડર: ખેતરમાંથી અજાણ્યાં ઇસમો ચંદનના 15 ઝાડ કાપીને ચોરી ગયા, ગુનો દાખલ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જીલ્લાના ગામેથી ચંદનના ઝાડની ચોરીની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. અજાણ્યાં ઇસમોએ ખેતરમાં પ્રવેશ કરી ચંદનના કુલ-15 ઝાડ કટર જેવા સાધનથી આશરે ચાલીસેક ફૂટ જેટલું લાકડું કાપી લઇ ગયાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ખેડૂતે અજાણ્યાં ઇસમો સામે ચંદનના ઝાડ-15 કિ.રૂ.2,50,000ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ ઇડર પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 379, 447, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.