બનાવ@જૂનાગઢ: 2 બાઇક સામ-સામે ટકરાતા, બેના ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, ડેસ્ક કેશોદ પાસે ગઈ કાલે બે બાઈક સામસામે અથડાતા બન્ને બાઈક ચાલકના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા છે. જેમા એક ચાલક ઉદય કારેશા 16 વર્ષનો છે. જ્યારે અન્ય ચાલક વાસીમ અલી દલ 18 વર્ષનો હતો. જ્યારે, વાસીમ અલી દલની બાઈકની પાછળ બેઠેલા યુવાનોનો આબાદ બચાવ થયો હતો. મૃતક ઉદય કેશોદ તાલુકાના હાંડલા ગામનો છે
 
બનાવ@જૂનાગઢ: 2 બાઇક સામ-સામે ટકરાતા, બેના ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, ડેસ્ક

કેશોદ પાસે ગઈ કાલે બે બાઈક સામસામે અથડાતા બન્ને બાઈક ચાલકના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા છે. જેમા એક ચાલક ઉદય કારેશા 16 વર્ષનો છે. જ્યારે અન્ય ચાલક વાસીમ અલી દલ 18 વર્ષનો હતો. જ્યારે, વાસીમ અલી દલની બાઈકની પાછળ બેઠેલા યુવાનોનો આબાદ બચાવ થયો હતો. મૃતક ઉદય કેશોદ તાલુકાના હાંડલા ગામનો છે અને તેના પરિવારમા એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બન્ને પરીવારમા શોકનું મોજુ ફરી વળ્યું છે

મળતી વીગત મુજબ, કેશોદના હાંડલા ગામનો રહેવાસી મૃતક ઉદય કારેથા કેશોદ પોતાનુ કામ પતાવી હાંડલા તરફ જતો હતો. ત્યાં ચંદીગઢના પાટીયા પાસે વાસીમ અલી દલની બાઈક સાથે ધડાકાભેર અથડાતા બન્ને રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. જે બાદ બન્નેના ઘટનાસ્થળે મોત થયા હતા. ત્યારે વાસીમ અલી દલની બાઈક પાછળ બેઠેલા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણવ્યુ હતું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે, બન્ને બાઈક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. અને બાઈકનું પડીકુ વળી ગયુ હતુ. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ 108ને જાણ કરતા તાત્કાલિક 108 સ્થળ પર પહોંચી બન્નેના મૃતદેહને કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મૃતક ઉદયની ઉંમર 16 હતી ત્યારે વાસીમ અલી દલની ઉંમર 18 વર્ષ હતી.