ઘટના@કડી: કેનાલ નજીક કાચું તેલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું

અટલ સમાચાર,મહેસાણા કડી પંથકની નર્મદા કેનાલ પાસે એક ટેન્કર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે કડી નજીકથી કાચું તેલ ભરી પસાર થઇ રહેલ ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર પલટ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના
 
ઘટના@કડી: કેનાલ નજીક કાચું તેલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું

અટલ સમાચાર,મહેસાણા

કડી પંથકની નર્મદા કેનાલ પાસે એક ટેન્કર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે કડી નજીકથી કાચું તેલ ભરી પસાર થઇ રહેલ ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર પલટ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ ટ્રાફીક ખુલ્લો કરાવ્યો હતો. આ તરફ કાચું તેલ ટેન્કરમાંથી રસ્તા પર રેલમછેલ જઇ જતાં મોટા નુકશાનની આશંકા સેવાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી નજીક નરસિંહપુરા નર્મદા કેનાલ પાસે કાચું તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જવાની ઘટના સામે આવી છે. કંડલાથી કાચું તેલ ભરી કડી-છત્રાલ રોડ પરથી જીવન એગ્રોમાં લઇ જવાતું ટેન્કર પલટી મારી જતાં લાખોનું કાચું તેલ રસ્તા પર જ ઢોળાઇ ગયુ હતુ. આ તરફ ઘટનાને લઇ પોલીસ સહિત સ્થાનિકો અને ટેન્કર સંચાલક દ્રારા રોડ ઉપર કોઇ દુર્ઘટના ના બને તે માટે રેતી પાથરવામાં આવી હતી.

ઘટના@કડી: કેનાલ નજીક કાચું તેલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેનાલ નજીક અચાનક ટેન્કર પલટી મારી જતાં કાચાં તેલની રોડ ઉપર રેલમછેલ થઇ હતી. રોડની મધ્યમાં ટેન્કર પલટી મારતાં બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘટના બાદ કડી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રોડ ઉપરથી વાહનોની અવર-જવર શરૂ કરાવી હતી.