ઘટના@કડી: પુત્રના કહેવાથી ભત્રીજાએ કાકાને માથામાં ધારીયું માર્યુ, 2 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા જોટાણા તાલુકાના ગામે ભત્રીજાએ કાકાને ધારીયું માર્યુ હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં કાકા તેમની કાકીના ચારીત્ર્ય પર શંકા રાખી અવાર-નવાર મારઝૂડ કરતાં હોઇ તેમની પુત્રના કહેવાથી ધારીયું માર્યુ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ કડી અને બાદમાં અમદાવાદ રીફર કર્યા હતા. ઘટનાને
 
ઘટના@કડી: પુત્રના કહેવાથી ભત્રીજાએ કાકાને માથામાં ધારીયું માર્યુ, 2 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

જોટાણા તાલુકાના ગામે ભત્રીજાએ કાકાને ધારીયું માર્યુ હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં કાકા તેમની કાકીના ચારીત્ર્ય પર શંકા રાખી અવાર-નવાર મારઝૂડ કરતાં હોઇ તેમની પુત્રના કહેવાથી ધારીયું માર્યુ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ કડી અને બાદમાં અમદાવાદ રીફર કર્યા હતા. ઘટનાને લઇ ઇજાગ્રસ્તના ભાઇએ 2 યુવકો સામે ગુનો દાખલ કરાવ્યો છે. જેને લઇ કડી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના ભટાસણ ગામે ભત્રીજાએ તેના કાકાને ધારીયું મારતાં ચકચાર મચી ગઇ છે. ભટાસણના જગદિશભાઇ શાંતિભાઇ દેવીપુજક અવાર-નવાર તેમની પત્નિ પુરીબેનના ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતાં હતા. જેથી કંટાળી જગદીશભાઇના પુત્ર વિનોદે તેના કાકાના દીકરા સારૂકને બોલાવી બધી વાત કરી હતી. જે બાદમાં વિનોદના કહેવાથી સારૂકે જગદિશભાઇને માથાના ભાગે ધારીયું મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પતિ પોતાની પત્નિ પર અવાર-નવાર શંકા કરતો હોઇ તેમના પુત્રના કહેવાથી ભત્રીજાએ ધારીયાનો ઘા મારતાં હડકંપ મચી ગયો છે. જે બાદમાં ઇજાગ્રસ્તના પુત્રએ ફરીયાદીને ફોન કરી સમગ્ર ઘટનાક્રમની જાણ કરી હતી. જે બાદમાં સોમાભાઇ શાન્તિભાઇ દેવીપુજકે સારૂક ખોડાભાઇ દેવીપુજક અને વિનોદ જગદિશભાઇ દેવપુજક સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ પોલીસે બંને સામે આઇપીસી 307, 326, 323, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.