બનાવ@ખેડા: ગળતેશ્વરમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ફરવા ગયેલા 3 મિત્રોનું મહીસાગર નદીમાં ડૂબી જતાં મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડા જિલ્લાનાં ગળતેશ્વર ખાતેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી ફરવા ગયેલા લગભગ 9 જેટલાં મિત્રો અહીં આવેલી મહીસાગર નદીમાં નહાવા કૂદયા હતા. તે સમયે જ ડૂબી જવાને કારણે 4 મિત્રો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તેમની મદદે દોડી આવ્યા હતા પરંતુ 3 મિત્રોને બચાવી શકાયા નહોતા. તેઓ મૃત્યુ પામી ગયા જ્યારે એકને જ બચાવી શકાયો હતો. ગળતેશ્વર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું છે. આ એક ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતું પણ છે. અહીં મહીસાગર અને ગળતી દીના કાંઠે લગભગ 12મી સદીનું મહાદેવ મંદિર આવેલું છે જેને જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવે છે.
માહિતી પ્રમાણે 9 જેટલાં મિત્રો રવિવારનો દિવસ હોવાથી ગળતેશ્વર ફરવા પહોંચ્યા હતા. જેમાંથી કેટલાક મિત્રો નદીમાં નહાવા પડ્યા. આ વખતે જ કોઈ એક મિત્ર ડૂબવા લાગતાં તેના ત્રણ સાથીઓ પણ તેને બચાવવા ગયા હતા જેના પગલે આ દુર્ઘટના સર્જાઇ હતી. જોકે સ્થાનિકોની મદદથી તેઓને બચાવવા પ્રયાસ કરાયા પણ સફળતા ન મળી. એકને બચાવી લેવાયો, બાકી ત્રણ મૃત્યુ પામી ગયા. મૃતકોમાં અમદાવાદના ખોખરા અને વટવાના યુવકો સામે હોવાની જાણકારી છે. સેવાલિયા પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.